fbpx

‘BJP તરફથી ચૂંટણી લડવાની ભૂલ હું બીજીવાર ન કરી શકું!’ કિરણ બેદીએ આવું કેમ કહ્યું?

Spread the love

'BJP તરફથી ચૂંટણી લડવાની ભૂલ હું બીજીવાર ન કરી શકું!' કિરણ બેદીએ આવું કેમ કહ્યું?

ભારતની પ્રથમ મહિલા IPS અધિકારી અને પુડુચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી રવિવારે કાનપુર પહોંચ્યા. તેઓ કાનપુર રોટેરિયન કાર્યક્રમમાં ખાસ મહેમાન હતા. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન, તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. બેદીએ કહ્યું, ‘હું BJP તરફથી ચૂંટણી લડવાની ભૂલ બીજીવાર ન કરી શકું.’ તેમણે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકના આંદોલન વિશેના પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો. બેદીએ કહ્યું, ‘હું આ લોકોને ફોલો કરતી નથી. તેથી, અહીં તેમના પર કોઈ ટિપ્પણી નહીં.’

Kiran Bedi

આ પહેલાં, કિરણ બેદીએ કાનપુરની હવાઈ સેવાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, પહેલા ફ્લાઈટથી લખનૌ જવું પડતું હતું અને પછી ખાડા ટેકરાવાળા રસ્તાઓ પરથી કાર દ્વારા મુસાફરી કરવી પડતી હતી. આ વખતે, દિલ્હીથી કાનપુરની સફર સારી હતી. તેઓ સીધી ફ્લાઇટ દ્વારા આરામથી પહોંચ્યા. સાયબર ક્રાઇમ અંગે, બેદીએ કહ્યું કે, શિક્ષણ દ્વારા જ ગુના અટકાવી શકાય છે. ‘ચોરનું કામ ચોરી કરવાનું છે. સુરક્ષા કરવાની આપણી જવાબદારી છે.’

આ ઉંમરે દેશના વિકાસમાં યોગદાન આપવા માટે તમારી શું યોજના છે? આ પ્રશ્નના જવાબમાં કિરણ બેદીએ કહ્યું કે, તેમના 77મા જન્મદિવસે તેમણે ભારત સ્કીલ એક્સચેન્જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. યુવાનોમાં કૌશલ્ય વિકાસની જરૂર છે, અને તેમણે આ કાર્ય શરૂ કરવા માટે પહેલ કરી.

History

Kiran Bedi

આ અગાઉ, કિરણ બેદીએ દિલ્હી જીમખાના ક્લબ ખાલી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ આદેશ સાંભળીને એવું લાગ્યું કે કોઈ તેમને તેમના ઘરમાંથી કાઢી મૂકી રહ્યું છે. એક મુલાકાતમાં, તેમણે ક્લબ વિશેની તેમની યાદો શેર કરી. તેમણે કહ્યું, ‘જ્યારે મેં પહેલી વાર ખાલી કરાવવાના આદેશ વિશે સાંભળ્યું, ત્યારે મને એવું લાગ્યું કે મેં મારું ઘર ગુમાવ્યું છે. એક એવી જગ્યા જ્યાં હું 14 વર્ષની ઉંમરથી રમતા રમતા મોટી થઇ છું. તે સમયે, હું ટેનિસ ટુર્નામેન્ટ રમવા માટે અમૃતસરથી દિલ્હી આવતી હતી. તે મુલાકાતોને કારણે જ મને દિલ્હી સાથે પ્રેમ થઈ ગયો. મેં સપનું જોયું હતું કે એક દિવસ હું અહીં કામ કરીશ અને રહીશ. જ્યારે હું 24 વર્ષની હતી, ત્યારે મને દિલ્હીમાં સહાયક પોલીસ અધિક્ષક અને સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી તરીકે મારી પહેલી પોસ્ટિંગ મળી, ત્યારે જીમખાના ક્લબ મારા વિસ્તારમાં જ હતી. ક્લબનું વાતાવરણ મને હંમેશા ગર્વની લાગણી કરાવતું.

Leave a Reply

error: Content is protected !!