fbpx

‘NEET પરીક્ષાને સંપૂર્ણપણે ખતમ કરી દો’, CJP પ્રદર્શન વચ્ચે CM વિજયે કરી અનેક માંગ; રાહુલ વિશે પણ બોલ્યા

Spread the love

'NEET પરીક્ષાને સંપૂર્ણપણે ખતમ કરી દો', CJP પ્રદર્શન વચ્ચે CM વિજયે કરી અનેક માંગ; રાહુલ વિશે પણ બોલ્યા

‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિએ કેન્દ્ર સરકાર સમક્ષ એક મોટી માંગ કરી છે. તેમણે NEET પરીક્ષાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની હાકલ કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજયે વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયત પર પણ પ્રતિક્રિયા આપી છે.

vijay

વિજય થલાપતિની પાર્ટી, TVKએ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘NEET પરીક્ષાના અમલીકરણ બાદ ન માત્ર તેની વિશ્વસનીયતા કલંકિત થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માનસિક તણાવનો પણ સામનો કરી રહ્યા છે, અને તેમના ભવિષ્યના સપના એક મોટા પ્રશ્નાર્થમાં બદલાઈ ગયા છે. TVKએ જણાવ્યું હતું કે NEET પરીક્ષાને કારણે દર વર્ષે વિદ્યાર્થીઓને થતા નુકસાનમાં ઘટાડો થવાનું નામ લઇ રહ્યું નથી. એટલે, તેઓ કેન્દ્ર સરકાર NEET પરીક્ષાને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની માંગ કરે છે.

CM વિજયે રાહુલ ગાંધીની અટકાયત વિશે શું કહ્યું?

વડાપ્રધાનના નિવાસસ્થાને ધરણા પર બેઠા રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની અટકાયતમાં લેવા અંગે TVKએ જણાવ્યું હતું કે રાજધાનીમાં લોકશાહીનું દમન સંપૂર્ણપણે નિંદનીય છે. TVKએ લખ્યું કે, દિલ્હીમાં યુવાનોના અહિંસક વિરોધને ટેકો આપવા માટે આગળ આવેલા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી પોલીસ દ્વારા ધસડીને હાથકડી લગાવીને લઇ જવું લોકશાહી અધિકારો પર ખુલ્લો હુમલો છે. આ ખૂબ જ નિંદનીય છે.

rahul-gandhi1

વડાપ્રધાનના નિવાસસ્થાને ધરણામાં કોણ-કોણે ભાગ લીધો હતો?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ NEET પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી બદલ વડાપ્રધાન મોદીના રાજીનામાની માંગણી સાથે તેમના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા હતા. બાદમાં, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સુપ્રિયા સુલે પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ત્યારબાદ, વિપક્ષના નેતાઓને ધરણા સ્થળ પરથી બળજબરીથી હટાવવામાં આવ્યા હતા અને પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતી. ત્યારબાદ તેમને રાત્રે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!