fbpx

IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

Spread the love

IPLની 5 મેચમાં એક પણ વિકેટ નહીં છતા બૂમરાહની જગ્યાએ આકિબ નબીની પસંદગી કંઈ રીતે કરી?

ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સદસ્યો હાલના દિવસોમાં ગંભીર ઈજાની ચિંતાઓનો સામનો કરી રહ્યા છે. મહત્વના ખેલાડીઓ એક પછી એક ઈજાઓનો ભોગ બની રહ્યા છે. શ્રીલંકામાં 15 ઓગસ્ટથી શરૂ થતી 2 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ તેના સ્થાને અનકેપ્ડ આકિબ નબીને દાખલ કર્યો છે. નબીને તેના પ્રસ્થાનના એક દિવસ પહેલા જ તેની પસંદગીના સારા સમાચાર મળ્યા. નબીએ IPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો. તો ચાલો આપણે એ જાણી લઈએ કે તેને શા માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો.

Auqib Nabi

આકિબ નબીનું નામ ભલે કેટલાક ચાહકો માટે નવું હોઈ શકે છે, પરંતુ દિલ્હી કેપિટલ્સની હરાજીમાં જ તે દેખાઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે હરાજીમાં આકિબ નબી પર રૂ. 8.4 કરોડ ખર્ચ્યા હતા. તેણે 2026માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ 5 મેચમાં એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હતો. આમ છતાં, તેને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

Auqib Nabi-Jasprit Bumrah

હવે પ્રશ્ન એ છે કે પસંદગીકારોએ બુમરાહ જેવા બોલરના સ્થાને આકિબને પસંદ કરવાનું કારણ શું હતું? 29 વર્ષીય ખેલાડીએ 2025-26 રણજી ટ્રોફીમાં પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી જમ્મુ અને કાશ્મીરની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે માત્ર 10 મેચમાં 60 વિકેટ લીધી હતી, જેનાથી પસંદગીકારોનું ધ્યાન ખેંચાયું હતું. આકિબે છેલ્લી બે સીઝનમાં 100 વિકેટ લીધી છે અને તેના સ્થાનિક પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

Jasprit Bumrah

ભારતીય ટીમે છેલ્લે 2017માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી, ટીમ ઇન્ડિયામાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. વર્તમાન ટીમમાં ફક્ત થોડા જ ખેલાડીઓને શ્રીલંકાના ટર્નિંગ ટ્રેક અને ધીમી પિચનો અનુભવ છે. આકિબ નબીએ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે જઈને 2 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 6 વિકેટ લીધી હતી. 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં તેનો સમાવેશ થશે કે નહીં તે જોવાનું બાકી છે.

Leave a Reply

error: Content is protected !!