fbpx

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

Spread the love

‘હિન્દુત્વનો આધાર નફરત નથી, લોકોને જોડવાનું છે’, લંડનમાં બોલ્યા RSS વડા મોહન ભાગવત

RSS વડા મોહન ભાગવત હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રવિવારે તેમણે લંડનમાં ‘સેલિબ્રેશન વનનેસ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે હિન્દુત્વ, હિન્દુ રાષ્ટ્ર સેવા અને સમાજના ભવિષ્ય પર પોતાના વિચારો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સંઘ (RSS)ના કાર્યનો આધાર નફરત નથી; તેનાથી વિપરીત, તે શુદ્ધ, સાત્વિક પ્રેમ છે. સમાજમાં લોકોને જોડવા અને દરેક પ્રત્યે પોતિકાપણાની ભાવનાને પ્રોત્સાહન આપવું એ સંઘના વિચારનો ભાગ છે.

Mohan Bhagwat

મોહન ભાગવતે કહ્યું કે પોતિકાપણું, સંઘને સમજવાની સમજવાની સૌથી મહત્ત્વની કૂંજી છે. હિન્દુના દૃષ્ટિકોણમાં પરિવાર, સમાજ, માનવતા અને પ્રકૃતિ બધા એકબીજા સાથે જોડાયેલા છે. હિન્દુ ફક્ત પૂજા કરનાર વ્યક્તિ નથી; તે પ્રકૃતિને પણ પ્રેમ કરે છે. તેથી માનવીએ પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તેઓ પોતે તેનો એક ભાગ છે.

RSSના વડા મોહન ભાગવતે ભાર મૂક્યો હતો કે વિકાસ ફક્ત વ્યક્તિનો ન હોવો જોઈએ; વ્યક્તિ, સમાજ, માનવતા અને પ્રકૃતિની એક સાથે પ્રગતિ જરૂરી છે. જો ફક્ત વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવે, તો સમાજ નબળો હશે. જો સમાજને મહત્ત્વ આપવામાં આવ્યું તો વ્યક્તિની આઝાદી સમાપ્ત થઇ શકે છે એટલે બંને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે હિન્દુ વિચારધારા વિશ્વને એક એકમ તરીકે જોવાની વાત છે, એ કારણે વિવિધ વિચારો અને વિવિધતાઓની સ્વીકૃતિની ભાવના પેદા થાય છે. વિવિધતા સ્વભાવિક છે, પરંતુ તેની પાછળ એકતા જોવી જરૂરી છે. તેમનો સંદેશ હતો કે, જે વાત લોકોને જોડે છે, તેના પર વધુ ભાર હોવો જોઈએ.

હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ભાગવતે જણાવ્યું કે ‘હિન્દુ’ને માત્ર ધાર્મિક ઓળખના આધાર પર નહીં સમજી શકાય; તેમણે આને એક પ્રકૃતિ અને વિચાર ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતમાં નાસ્તિકોથી લઈને આસ્તિકો સુધી વિવિધ વિચારો ધરાવતા લોકો રહે છે. હિન્દુ વિચારનો દાવો છે કે બહુવિધ માર્ગો સ્વીકારી શકાય છે. મોહન ભાગવતે રાષ્ટ્ર  અને ‘નેશન’માં પણ અંતર જણાવ્યું. તેમણે કહ્યું કે, આધુનિક સંદર્ભમાં, ‘નેશન’ શબ્દ ઘણીવાર રાજ્ય અને તેની વ્યવસ્થા સાથે જોડાયેલો હોય છે. પરંતુ, ‘રાષ્ટ્ર’નો પાયો ફક્ત તેની શાસન વ્યવસ્થા નથી; તેની પાછળ એક હેતુ અને સહિયારી ચેતના છે.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રનો ઉદ્દેશ્ય વિશ્વને એ સંદેશ આપવાનો છે કે વિવિધતા સ્વભાવિક છે અને એકતા વાસ્તવિકતા છે. ભારતમાં રાજાઓ અને શાસન પ્રણાલીઓમાં ફેરફાર થતા રહ્યા. ક્યારેક પ્રજાસત્તાકો રહ્યા અને ક્યારેક વિદેશી શાસન પણ રહ્યું, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય ચેતના અકબંધ રહી છે.

તેમણે કહ્યું કે ભારતની પ્રગતિનો અર્થ કોઇ અન્ય રાષ્ટ્રનો વિરોધ કરવાનો નથી; પરંતુ આગળ વધ્યા તો તેનો ફાયદો વિશ્વને મળવો જોઈએ. ભારતની પ્રગતિ શાંતિ, સમૃદ્ધિ અને માનવતા હોવી જોઈએ. બ્રિટનમાં રહેતા હિન્દુઓને લઇને ભાગવતે કહ્યું કે તેઓએ કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવું. બ્રિટિશ હિન્દુઓ બ્રિટન સાથે જાય અને પોતાના દેશ પ્રત્યે ઇમાનદાર રહે, ભારત સાથે જોડાણ જાળવવા અને બ્રિટન પ્રત્યે વફાદાર રહેવા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી.

Mohan Bhagwat

તેમણે કહ્યું કે થિંગ ગ્લોબલી, એક્ટ લોકલીની ભાવના સાથે કાર્ય કરી શકાય છે. જો કોઇ પાસે સમય અને સંસાધનો હોય, તો તેઓ ભારતની સેવા કરી શકે છે, પરંતુ આ તેમને તે ભૂમિ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત કરતું નથી જ્યાં તેઓ રહે છે અને કામ કરે છે. ભાગવતે ‘સેવા’ને પણ સંઘના વિચારનો મહત્ત્વપૂર્ણ હિસ્સો ગણાવી. તેમણે કહ્યું કે, સેવા કોઈ પર ઉપકાર કરવાનું નથી; સેવા કરનારે તેને સૌભાગ્ય સમજવું જોઈએ. તેમણે કહ્યું કે સાચી સેવા એ છે જેમાં જેમે મદદ મળી રહી છે, તે આગળ જઇને પોતે અન્ય લોકોને મદદ કરનાર બની જાય.

તેમણે યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કરતા મોહન ભાગવતે કહ્યું કે નવી પેઢીમાં વિશ્વને વધુ સારી જગ્યા બનાવવાની ઇચ્છા છે. યુવાનોને હેતુ આપવો જોઇએ, અનુભવો શેર કરવા જોઈએ, પરંતુ તેમના પર પદ્ધતિઓ લાદવી ન જોઈએ; તેમને પોતાના માર્ગો શોધવાની તક આપવી જોઈએ. ભાવિ પેઢીઓ દેશ અને વિશ્વ માટે સારું કાર્ય કરી શકે છે.

Leave a Reply

error: Content is protected !!