પ્રાંતિજ ખાતે ગણેશ મહોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગણેશ મહોત્સવને અનુલક્ષીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.આર. પઢેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગણેશ મહોત્સવના આયોજકો, નગરના અગ્રણીઓ, વેપારીઓ, પદયાત્રી કેમ્પના આયોજકો તેમજ વિવિધ કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા





દર વર્ષે યોજાતા ગણેશ મહોત્સવને લઈ આ વર્ષે પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો સહિત વિવિધ સમાજના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી ગણેશ મહોત્સવ દરમિયાન નગરમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સૌએ સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી પોલીસ તંત્ર દ્વારા મહોત્સવ દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ ન સર્જાય અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સૌને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી