fbpx

પત્નીનું કાસળ કાઢી નાખ્યા બાદ પોલીસની સામે જ બોલ્યો પતિ, જેલમાંથી બહાર આવી ‘સુગર ડેડી’ને પતાવી દઈશ

Spread the love

પત્નીનું કાસળ કાઢી નાખ્યા બાદ પોલીસની સામે જ બોલ્યો પતિ, જેલમાંથી બહાર આવી 'સુગર ડેડી'ને પતાવી દઈશ

‘સજા ભોગવ્યા પછી, હું તે ‘સુગર ડેડી’ને પણ મારી નાખીશ.’ રામાનુજ ગોસ્વામીએ મંગળવારે ગુવાહાટી કોર્ટમાં લઈ જતી વખતે આ વાત કહી હતી. પોલીસે તેને તેની 25 વર્ષીય પત્ની રિયા તાલુકદારની હત્યા બદલ 7 દિવસના રિમાન્ડ પર લઈ લીધો છે.

કોર્ટ પરિસરમાં આસામી ભાષામાં પત્રકારો સાથે વાત કરતા, ગોસ્વામીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. તેણે કહ્યું કે જેલમાંથી બહાર આવતાની સાથે જ તે ‘સુગર ડેડી’ને પણ મારી નાખશે. જ્યારે પત્રકારોએ તેને વારંવાર પૂછ્યું કે આ માણસ કોણ છે, ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને મીડિયાને ગાળો આપવા લાગ્યો.

Young Man Kills Wife

આગળ તેણે બિંદાસ્તથી કહ્યું, ‘મને મારા કૃત્યો માટે કોઈ પસ્તાવો નથી, અને હું માફી માંગવા માંગતો નથી.’

રવિવારે મોડી રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરતા પહેલા ગોસ્વામી લગભગ 2 દિવસથી ગુમ હતો. સોમવારે તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, અને ત્યારપછી મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પોલીસ હવે હત્યા પાછળનો વાસ્તવિક હેતુ સમજવા અને તે દિવસે ખરેખર શું બન્યું હતું તેનું સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે તેની પૂછપરછ કરી રહી છે.

Young Man Kills Wife

તપાસકર્તા અધિકારીઓને શંકા છે કે, ગોસ્વામીએ પત્ની સાથે ઉગ્ર ઝઘડા પછી રિયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હવે તેની વાતચીતમાં આવેલું નામ ‘સુગર ડેડી’ કોણ છે અને તેણે આવું આવું નિવેદન શા માટે આપ્યું, હવે પોલીસ આ દિશામાં પણ તપાસ કરવા માટે આગળ વધી રહી છે.

આ મામલો 6 સપ્ટેમ્બરના રોજ પ્રકાશમાં આવ્યો. ગુવાહાટીમાં દંપતીના એપાર્ટમેન્ટમાંથી પડોશીઓને  દુર્ગંધ આવવા લાગી અને પોલીસને જાણ કરી. તેઓએ એમ પણ જણાવ્યું કે બે દિવસથી કોઈએ નવદંપતીને જોયું નથી અને તેમના બંને મોબાઇલ ફોન બંધ હતા.

જ્યારે પોલીસ એપાર્ટમેન્ટમાં તાળું તોડીને અંદર ઘૂસી ગઈ, ત્યારે તેમને મહિલાનો મૃતદેહ મળ્યો. તપાસ મુજબ, તેની આંગળીઓ કપાયેલી હતી, શરીર સડવા લાગ્યું હતું અને તેનું માથું તેના શરીરથી અલગ હતું.

Young Man Kills Wife

મૃતકની ઓળખ રિયા તાલુકદાર તરીકે થઈ હતી, જેણે થોડા મહિના પહેલા જ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા.

એપાર્ટમેન્ટની તપાસ દરમિયાન, પોલીસને ફ્રિજની અંદર પ્લાસ્ટિકની થેલીમાં રિયાની કપાયેલી ખોપરી પણ મળી.

શબ મળતાં, પોલીસે ગોસ્વામીની શોધ શરૂ કરી, જે ઘટનાસ્થળેથી ગાયબ થઈ ગયો હતો. પડોશીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેને છેલ્લે શુક્રવારે જોયો હતો. ત્યારપછી શરીર અને કપાયેલા માથાને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!