fbpx

ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું ‘મહા-કૌભાંડ’

Spread the love

ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'

PAN કાર્ડ સાથે સંબંધિત વિવિધ છેતરપિંડીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ, ગુરુગ્રામના બાદશાહપુર તાલુકામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આવકવેરા વિભાગ, બાદશાહપુર તાલુકામાં અંદાજે રૂ.55000 કરોડની પ્રોપર્ટી ડીલની તપાસ કરી રહ્યો છે. તપાસમાં 25000 સંપત્તિના રેકોર્ડમાં અનિયમિતતાઓ જોવા મળી છે. તેમાં બે વર્ષ દરમિયાન તમામ નોંધણીઓમાં એક જ PAN નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે એકદમ સાચું વાંચ્યું. 25000 સંપત્તિમાં એક જ PAN નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મોંઘી-મોંઘી પ્રોપર્ટી ડીલ્સમાં અનિયમિતતાઓની તપાસ કરવા માટે, આવકવેરા વિભાગ, ચંદીગઢના ડિરેક્ટર (તપાસ અને ક્રિમિનલ ઇન્ટેલિજેન્સ) દ્વારા સાત સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી છે, જે હાલમાં બાદશાહપુર તાલુકા કચેરીના રેકોર્ડની ચકાસણી કરી રહી છે.

badshahpur

આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિભાગને લગભગ 12000 સંપત્તિઓ સાથે જોડાયેલી રૂ.15000 કરોડની ડીલ્સ અંગે માહિતી મળી નહોતી. ધ ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ, લગભગ 25000 સંપત્તિ સાથે જોડાયેલા રેકોર્ડની ઝીણવટભરી તપાસ અને સમીક્ષા બાદ જાણવા મળ્યું હતું કે અથવા તો વિભાગને આ ડીલ્સની જાણ કરવામાં આવી નહોતી અથવા ખોટા PAN નંબર નોંધવામાં આવ્યા હતા.

તપાસ બાદ ખબર પડી કે આ મામલો રૂ.15000 કરોડનો નહીં રૂ.55000 કરોડનો છે. આ પ્રોપર્ટી સાથે જોડાયેલી અંદાજે રૂ.55000 કરોડની પ્રોપર્ટી ડીલ્સમાં અનિયમિતતાઓ સામે આવી છે. વિભાગ અનિયમિતતાઓનો અસલી દાયરો જાણવા માટે દરેક રેકોર્ડની ક્રોસ-વેરિફિકેશન કરી રહ્યું છે. તપાસના ભાગરૂપે મામલતદાર અને નાયબ મામલતદારની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અનિયમિતતાઓમાં કોઈ અધિકારીની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Property-Registrations-Scandal

રૂ.30 લાખથી વધુની પ્રોપર્ટી ડીલ્સની વિગતો આવકવેરા વિભાગને આપવા માટે ‘સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ’ (SFT) ફાઇલ કરવામાં આવે છે. વિભાગીય માહિતી અનુસાર, 260માંથી 140 મામલતદારોએ ગુરુવાર એટલે કે 8 ઓક્ટોબર સુધીમાં નિર્ધારિત સમય કરતા વહેલા તેમના SFT (સ્ટેટસ ઓફ ફાઈલ ટ્રાન્ઝેક્શન) સબમિટ કર્યા, જ્યારે બાકીના 120 મામલતદારોએ સમયમર્યાદામાં તેમના અહેવાલો રજૂ કર્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે હરિયાણા સરકારે મે 2026 સુધીનો SFT ડેટા આપ્યો છે, પરંતુ વિભાગે આ માહિતીની સંપૂર્ણતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ મામલે એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, હજારો સંપત્તિઓની નોંધણીઓમાં એક જ PAN નંબરનો ઉપયોગ થવું અશક્ય છે. એટલે કે આ અનિયમિતતા કમ્પ્યુટર અથવા પોર્ટલ સ્તરે આવેલી કોઈ ટેકનિકલ ખામીને કારણે પણ હોઈ શકે છે. હવે અનિમિતતાનું સાચું કારણ રેકોર્ડ રાખવામાં થયેલી ભૂલ છે કે જાણી જોઇને કરવામાં આવેલી અનિયમિતતા છે, તે તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

Leave a Reply

error: Content is protected !!