fbpx

ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

Spread the love

ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

ઉત્તરાખંડ સરકારે સમગ્ર રાજ્યમાં ગુટખા અને પાન મસાલા સહિત તમાકુ અને નિકોટિન યુક્ત તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA)ના કમિશનર વિનય શંકર પાંડેએ આ અંગેનો આદેશ જહેર કર્યો છે. આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આવા ઉત્પાદનો પર એક વર્ષ સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે; આ દરમિયાન, રાજ્યની સીમાઓની અંદર ન તો તેનું ઉત્પાદન થશે કે ન વેચી શકાશે.

13 ઓક્ટોબર 2026ના રોજ જાહેર કરવામાં આવેલા આ આદેશ હેઠળ, કોઈપણ ખાદ્ય ઉત્પાદનમાં ઘટકના રૂપમાં તમાકુ અને નિકોટિનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે તમાકુ અને નિકોટિનના ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યમાં સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને આ પદાર્થોથી બચાવવાનો છે એટલે આ સંબંધમાં જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવી રહ્યો છે.

pan-masala

ગુટખા પર પ્રતિબંધ લગાવતા સરકારે સમસ્યાના મૂળ પર પ્રહાર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે રાજ્યની સીમામાં તમાકુયુક્ત ઉત્પાદનોનું ક્યાંય ન તો ઉત્પાદન કરી શકાશે કે ન તો સંગ્રહ કે વેચાણ કરી શકાશે. આ નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને સરકારે ચેતવણી આપી છે કે આ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની નરમાઈ દાખવવામાં નહીં આવે.

pan-masala1

FSDA કમિશનરે આ આદેશ રાજ્યના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલીને તેનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત આદેશની નકલો મુખ્ય સચિવ અને ચિકિત્સા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પણ મોકલવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,  સરકારની મંશા રાજ્યને તમાકુ-મુક્ત બનાવવાની છે અને તેમા બધાએ સહકાર આપવો જોઇએ.

Leave a Reply

error: Content is protected !!