
એલોન મસ્કની ટેસ્લા ઇલેક્ટ્રિક હંમેશાં કંઇક નવું અને ફ્યૂચરિસ્ટિક કરવા માટે જાણીતી છે, કંપની ડ્રાઈવરલેસ કારથી લઈને ‘સાયબર ટ્રક’ જેવા સૌથી શાનદાર મોડેલ પણ સામાન્ય ગ્રાહકો માટે બનાવી ચૂકી છે. કંપનીએ હવે તેની બીજી જનરેશનની ‘રોડસ્ટર’ સ્પોર્ટ્સ કાર રજૂ કરી છે. મસ્કે જણાવ્યું હતું કે આ કાર એક સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 60 માઇલ પ્રતિ કલાક (0–96 કિમી/કલાક)ની ઝડપ પકડી શકે છે. કંપનીએ આ કારને ટેક્સાસના વેકો નજીક મેકગ્રેગોરમાં આવેલા સ્પેસએક્સ રોકેટ પરીક્ષણ કેન્દ્રમાં રજૂ કરી હતી. તેનું ઉત્પાદન 2028માં શરૂ થશે, જોકે તેની કિંમત અંગે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્કે આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, આ માણસો દ્વારા ચવાલલામાં આવનારી અત્યાર સુધીની શ્રેષ્ઠ કારમાંની એક છે. લાંબા સમય બાદ ટેસ્લાનું એક એં મોડેલ હશે, જેને માણસો પોતે ચલાવી શકશે. ટેસ્લાએ ટેસ્લાએ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં ‘રોડસ્ટર’નું ઉત્પાદન બંધ કરી દીધું હતું અને લગભગ નવ વર્ષ પહેલાં આ નવી જનરેશનનું વર્ઝન પ્રથમ વખત બતાવ્યું હતું.
ટેસ્લાની આ કાર કોઇ સામાન્ય રીતે રજૂ કરવામાં આવી નહોતી. કંપનીએ રોડસ્ટરને હવામાં ઉડાવી હતી. આ બે સીટવાળા પ્રોટોટાઇપમા સ્પેસએક્સના એન્જિનિયરો સાથે મળીને વિકસાવવામાં આવેલા કોલ્ડ-ગેસ થ્રસ્ટર્સ’ લગાવવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું કે કેવી રીતે આ કાર ફેન પાવર્ડ શક્શન સિસ્ટમની મદદથી રેમ્પ પર ઊંધી ચાલતી જોવા મળી હતી. ત્યારબાદ, કાર રેમ્પ પરથી હવામાં ઉછળી, હવામાં જ એક પલટી મારી અને ફરીથી બરાબર પોતાના પૈડાં પર ઉતરી. આ ઉપરાંત, થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને તે ‘સાયબરકેબ’, ‘સાયબરટ્રક’, ‘સેમી ટ્રક’, ‘મોડેલ Y’ અને ‘મોડેલ 3’ની ઉપરથી છલાંગ પણ લગાવી. આ સ્ટંટ બાદ, તેને હવે ઉડતી ટેસ્લા કહેવામાં આવી રહી છે.
મસ્કે જણાવ્યું હતું કે આ કાર 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 60 માઇલ પ્રતિ કલાક (0–96 કિમી/કલાક)ની ઝડપ પકડી શકે છે. ટેસ્લાએ આનો એક વીડિયો પણ બતાવ્યો; કંપનીના જણાવ્યા અનુસાર, આના માટે 0.81 સેકન્ડનો સમય લીધો હતો. મસ્કે કહ્યું કે પ્રોડક્શન મોડેલ હજુ વધુ સારું પ્રદર્શન કરશે. તેની મહત્તમ ગતિ 230 માઇલ પ્રતિ કલાક (370 km/h) થી વધુ છે, અને ત્રણેય વર્ઝનની રેન્જ 300 માઇલ (આશરે 482 km)ની રેન્જ પ્રદાન કરશે.

મસ્કે કહ્યું હતું કે આ ડેમો અત્યાર સુધીના સૌથી શાનદાર ડેમોમાંથી એક હોઈ શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, કદાચ આ કામ કરી જાય, આ કોઈ AI કે SI (સિમ્યુલેટેડ ઇન્ટેલિજન્સ) નથી. તમે જોશો કે વિશ્વની શ્રેષ્ઠ કાર કંપની અને વિશ્વની શ્રેષ્ઠ રોકેટ કંપની એકસાથે કામ કરે છે, ત્યારે શું પરિણામ આવે છે. આ કાર રોલ કરી શકે છે અને ક્રેઝી જિમ્નેસ્ટિક પણ બતાવી શકે છે.
ડેમો કારની ડિઝાઈન અને ફીચર્સ
ડેમોમાં રજૂ કરાયેલી ટેસ્લા રોડસ્ટર સફેદ રંગની કાર છે. 2017ના પ્રોટોટાઇપની સરખામણીમાં તેના ખૂણા વધુ શાર્પ છે. તેની ડિઝાઈન એરોસ્પેસના લૂકથી પ્રેરિત છે અને તેની સરખામણી લેમ્બોરગીની અને ‘ધ સ્પાય હુ લવ્ડ મી’ ફિલ્મમાં જોવા મળેલી લોટસ એસ્પ્રિટ કાર સાથે કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, મસ્ક પાસે પણ લોટસ એસ્પ્રિટ કાર છે, જેને આ ઇવેન્ટમાં પ્રદર્શની તરીકે રાખવામાં આવી હતી.

ટેસ્લાએ જણાવ્યું કે તેની ડિઝાઈન SR-71 જાસૂસી વિમાન અને F-35 ફાઈટર જેટથી પ્રેરિત છે. આ કારમાં સાઇબરટ્રક જેવી ‘સ્ટીયર-બાય-વાયર’ સિસ્ટમ આપવામાં આવી છે. કારનીની નીચે એક પંખો તેને રસ્તા તરફ ખેંચે છે. ટેસ્લાના જણાવ્યા અનુસાર, આ સક્શન સિસ્ટમ 2G સુધીનો ‘ડાઉનફોર્સ’ જનરેટ કરી શકે છે, જેનાથી કારને ટ્રેક રેકોર્ડ તોડવામાં મદદ મળશે.
ટેસ્લાના એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ, લાર્સ મોરાવીએ જણાવ્યું કે આ કારને ઉઠાવવા 10 થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 600 લિટર કંપ્રેસ્ડ એર સાથે જોડાયેલા છે. આ એર ટેન્કને ફરીથી ભરી શકાય છે. અન્ય એક અહેવાલ મુજબ, કંપનીએ જણાવ્યું કે આ સિસ્ટમ પ્રોપેલન્ટ તરીકે 250 કિલોગ્રામ કંપ્રેસ્ડ ગેસનો ઉપયોગ કરે છે. ટેસ્લાએ X પોસ્ટમાં કહ્યું કે કારની અંદરની દરેક ઉપલબ્ધ ખાલી જગ્યાને ‘કાર્બન ફાઈબર ઓવરરેપ્ડ પ્રેશર વેસલ્સ’ (COPVs)થી ભરી દેવામાં આવી છે.