fbpx

સુરતમાં વિશ્વના સૌથી ઊંચા દાંડિયાનું ડે. CM હર્ષ સંઘવીએ કર્યું અનાવરણ

Spread the love
સુરતમાં વિશ્વના સૌથી ઊંચા દાંડિયાનું ડે. CM હર્ષ સંઘવીએ કર્યું અનાવરણ

સુરત : ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ 2026ના પાંચમા નોરતે પણ ગરબાના મેદાનમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. આ પ્રસંગે ગુજરાતના  નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી વિશ્વની સૌથી ઊંચી 50 ફૂટની દાંડિયાની જોડીનું અનાવરણ કર્યું હતું અને હાથમાં વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર લહેરાવ્યું હતું. તેમણે ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

‘ગરવી વારસો’ આયોજન સમિતિ દ્વારા તેમનું ભાવભીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટપરી મીડિયાના  અંકિત દેસાઈ અને ઐશ્વર્યા ડાઇંગ મિલના  રમેશભાઈ ડુમસવાળા ધર્મપત્ની સાથે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવના મુખ્ય આકર્ષણો

– ૫૦ ફૂટ ઊંચો દાંડિયો: વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલી દાંડિયાની જોડી.
– સંગીત અને ગરબાની રમઝટ: ગાયક સમીર અને વૈશાલી પ્રજાપતિના ઓર્કેસ્ટ્રા દ્વારા વડોદરા જેવી શૈલીમાં ગરબાની મનમોહક પ્રસ્તુતિઓ.
– પરંપરાગત ગરબા અને ખેલૈયાઓનો ઉત્સાહ: નવરાત્રિના રંગે રંગાયેલા ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ.
– હેરિટેજ થીમ: ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાની ભવ્ય ઝલક.

Leave a Reply

error: Content is protected !!