fbpx

ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

Spread the love
ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

મધ્ય પ્રદેશમાં પશાસનિક સ્તરે થયેલા મોટા ફેરફારો અને ઇન્દોરમાં રહેલા એક અધિકારીને રાયસેનના કલેક્ટર બનાવવા પર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી થયેલા 36 લોકોના મોત બાદ આ અધિકારીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જેમને હવે રાયસેનના કલેક્ટર બનાવી દેવામાં આવ્યા છે.

રાજ્યભરમાં મંગળવારે મોડી રાત્રે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં 11 જિલ્લા કલેક્ટરોનો પણ સમાવેશ થાય છે. રાજ્યના હિસાબે આ મોટી પ્રશાસનિક સર્જરી છે, કારણ કે મુખ્યમંત્રી સચિવાલયમાં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. આ બદલીઓ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ કહ્યું કે, દેશના પ્રથમ ‘વોટર પ્લસ’ શહેર ગણાતા ઈન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીની દુર્ઘટનામાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ગુનાહિત ઘટના બાદ મોહન યાદવના નેતૃત્વવાળી સરકારે હટાવવામાં આવેલા પ્રશાસનિક અધિકારી રોહિત સિસોનિયાને રાયસેનના કલેક્ટર બનાવી દીધા છે.

jitu-patwari

પટવારીએ વધુમાં કહ્યું કે, ભગીરથપુરામાં પીડિત પરિવારો હજુ પણ ન્યાયની અને જવાબદાર લોકો સામે કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. તેમણે માંગ કરી કે મધ્યપ્રદેશ સરકાર સ્પષ્ટ કરે કે તપાસ પંચના અહેવાલના આધારે શું કાર્યવાહી કરવામાં આવી, અને આ અધિકારીને કલેક્ટર બનાવવા પહેલા કયા તથ્યો પર વિચાર કરવામાં આવ્યો. મધ્ય પ્રદેશમાં બદલીઓની પારદર્શિતા અંગે પહેલેથી જ સવાલો ઉઠી રહ્યા છે. શું ‘ટ્રાન્સફર ઉદ્યોગ’હવે ‘ટ્રાન્સફર ફેક્ટરી’ બની ગયો છે? મહત્ત્વપૂર્ણ નિમણૂકોમાં જવાબદારી કરતા જુગાડને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

2017 બેચના IAS અધિકારી રોહિત સિસોનિયા પ્રથમ વખત જિલ્લા કલેક્ટર બન્યા છે. અગાઉ, ઈન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીની દુર્ઘટના બાદ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા; તે સમયે તેઓ ‘એડિશનલ કમિશનર’ હતા. તાજેતરમાં તેઓ રાજ્ય સચિવાલયમાં નાયબ સચિવ તરીકે કાર્યરત હતા. આ ઘટનાના આઠ મહિના બાદ, રોહિત સિસોનિયાને રાયસેન જિલ્લાના કલેક્ટર બનાવી દેવામાં આવ્યા છે.

rohit-sisonia

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે ભગીરથપુરાના પીડિતોને ન્યાય આપો. તપાસ અહેવાલ સાર્વજનિક કરો અને જવાબદારી નક્કી કરો. રાજ્યના પ્રશાસનિક વ્યવસ્થામાં કરવામાં આવેલા ફેરફારોને કારણે દ, રશ્મિ અરુણ શમીને ACS સ્વાસ્થ્ય, સુખબીર સિંહની મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે અને ભરત યાદવને જનસંપર્ક વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!