fbpx

આગની ઘટના બાદ વિમાનમાં આ કંપનીની પાવર બેંક લઇ જવા માટે પ્રતિબંધ મુકાયો

Spread the love
આગની ઘટના બાદ વિમાનમાં આ કંપનીની પાવર બેંક લઇ જવા માટે પ્રતિબંધ મુકાયો

જો તમે પણ હવાઈ મુસાફરી કરો છો અને તમારી સાથે આ પાવર બેંક લઈને જાવ છો તો તમે ભવિષ્યમાં આવું કરી શકશો નહીં. ગયા અઠવાડિયે, દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર બેંકમાં આગ લાગી હતી. આ પછી, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ભારત અને દેશની અંદર આવતી અને જતી તમામ પેસેન્જર અને કાર્ગો ફ્લાઈટ્સ પર MOBIKINS MK-PB-04 પાવર બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. હકીકતમાં, 11 ઓક્ટોબરના રોજ, દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં એક મુસાફરના ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં આગ લાગવાને કારણે તેને હૈદરાબાદ ડાયવર્ટ કરવી પડી હતી.

DGCA Power Bank

DGCAએ એરલાઈન્સ અને મુસાફરોને કોઈપણ સ્વરૂપમાં વિમાનમાં MOBIKINS MK-PB-04 પાવર બેંક ન રાખવા સૂચના આપી છે. મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, DGCAના વડા વીર વિક્રમ યાદવના આદેશ મુજબ, MOBIKINS MK-PB-04 મોડેલને વિમાનમાં અથવા કાર્ગો તરીકે લઈ જવા પર પ્રતિબંધ છે. એરલાઈન્સને સૂચના આપવામાં આવી છે કે તેઓ નિરીક્ષણ દરમિયાન આ મોડેલને ઓળખે અને તેને વિમાનમાં લઈ જવામાં ન આવે. તેમને વિમાનમાં જતા રોકવા માટે જરૂરી પગલાં લેવા પણ કહેવામાં આવ્યું છે. 11 ઓક્ટોબરના રોજ, ફ્લાઇટ 6E 6115 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી. એક મુસાફરના ઇલેક્ટ્રોનિક ઉપકરણમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ક્રૂએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને આગ બુઝાવી દીધી, અને વિમાન હૈદરાબાદમાં સુરક્ષિત રીતે ઉતાર્યું હતું.

DGCA Power Bank

MOBIKINS MK-PB-04એ આ કંપની દ્વારા ઉત્પાદિત પાવર બેંક છે. મોબીકિન્સ મુખ્યત્વે એક મોબાઇલ એસેસરીઝ બ્રાન્ડ છે જે ચાર્જિંગ કેબલ, કાર ચાર્જર, ઇયરફોન, ટેમ્પર્ડ ગ્લાસ અને પાવર બેંક સહિત વિવિધ ટેક ઉત્પાદનો અને એસેસરીઝ સપ્લાય અને વેચાણ કરે છે.

DGCA Power Bank

પાવર બેંકને ચેક-ઇન બેગમાં ક્યારેય મંજૂરી નથી (વિમાનના કાર્ગો એરિયામાં તમે મોકલો છો તે વસ્તુઓ). તે હંમેશા કેબિન બેગ અથવા હેન્ડબેગમાં રાખવી જોઈએ. આ સલામતીના કારણોસર કરવામાં આવે છે જેથી કોઈપણ બેટરી ખામી અથવા ઓવરહિટીંગને તાત્કાલિક નિયંત્રિત કરી શકાય. વિમાનની અંદર મુસાફરી દરમિયાન પાવર બેંકથી તમારા ફોન અથવા અન્ય ઉપકરણોને ચાર્જ કરવા પર સખત પ્રતિબંધ હોય છે, અને તમે ફ્લાઇટ દરમિયાન ખુબ પાવર બેંકને જ ચાર્જ કરી શકતા નથી.

તેથી જો તમારી પાસે MOBIKINS MK-PB-04 પાવર બેંક હોય, તો વિમાનમાં મુસાફરી દરમિયાન તેને ઘરે મૂકીને જ આવજો.

Leave a Reply

error: Content is protected !!