પ્રાંતિજના કાટવાડ પાસે કરિયાણાની દુકાનમાં ભીષણ આગ, રૂ.૨૫ લાખથી વધુનું નુકસાન
બાજુની દુકાનને પણ આગે ઝપેટમાં લીધી,
પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
આગ મા દુકાન મા રહેલ સરસામાન બળી ને સ્વાહા થઈ ગયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે રવિવારે વહેલી સવારે કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અંબિકા કિરાણા સ્ટોરમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં આવેલી અન્ય એક દુકાનને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી આ ઘટનામાં દુકાનમાં રાખેલો કરિયાણાનો સામાન સહિત અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ જતાં દુકાનમાલિકને રૂ. 25 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે




પ્રાપ્ત વિગતો મુજબ, રવિવારે વહેલી સવારે અંબિકા કિરાણા સ્ટોરમાંથી ધુમાડા નીકળતા આજુબાજુના લોકોનું ધ્યાન ગયું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક દુકાનમાલિક શૈલેષભાઈ પટેલને જાણ કરતાં તેઓ સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જોકે, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકની દુકાનને પણ નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતાં પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આગ વધુ ફેલાઈ હોવાથી હિંમતનગર ફાયર વિભાગની બે ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનામાં દુકાનમાં રાખેલો કરિયાણાનો જથ્થો, ફ્રિજ સહિતનો અન્ય સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો આગના કારણે દુકાનમાલિકને રૂ. ૨૫ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમોની સમયસર કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા