fbpx

લંડન પહોંચી ધ્રૂવ રાઠીની જાહેરાત, વિરોધ પ્રદર્શન આજે જ સમાપ્ત થઇ જાય એમ છે; પણ સાથે તેણે એક શરત મૂકી

Spread the love

યુટ્યુબર ધ્રૂવ રાઠીએ લંડનમાં જઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે એક મોટી જાહેરાત કરી છે. રાઠીએ જણાવ્યું હતું કે, આ વિરોધ પ્રદર્શનો આજે જ સમાપ્ત થઇ જાય એમ છે, પરંતુ તેમણે શરત રાખી હતી કે, જ્ઞાનેશ કુમાર પાસેથી પહેલા રાજીનામું અપાવવું પડશે. ધ્રૂવ રાઠી તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે જર્મનીથી ભારત ગયા હતા, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી. પરિણામે, તેઓ ભાગ લઈ શક્યા ન હતા. રાઠી ત્યાર પછી લંડન પાછા ફર્યા અને ત્યાંની સંસદ સામે જ્ઞાનેશ કુમાર અને મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

લંડનમાં ભીડને સંબોધતા ધ્રૂવ રાઠીએ કહ્યું, ‘અમારા પોતાના દેશમાં અમને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, અને જે દેશે આપણા દેશ પર શાસન કર્યું તે દેશની સંસદની બહાર ઉભા છીએ, આને લોકશાહી કહેવાય છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને વિરોધ કરતા અટકાવવા માટે દિલ્હીમાં 35000થી વધુ CAPF અને દિલ્હી પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 7000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પત્રકારોને પણ માર મારવામાં આવ્યા હતા. પોલીસે મારું પણ અપહરણ કર્યું હતું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે, તમારા ઘરે જઈને તમારા પરિવારને જણાવો કે દેશમાં શું ચાલી રહ્યું છે. તેમને જણાવો કે મતોની ચોરી કેવી રીતે થઈ રહી છે.’

05

રાઠીએ એમ પણ કહ્યું કે ઘણા લોકોને વિશ્વાસ નથી કે દેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. કેટલાક BJPના સમર્થકો માને છે કે અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘તમે જ તો અરાજકતા ફેલાવનારા છો. વિરોધ પ્રદર્શનો આજે જ સમાપ્ત થઈ જશે. જ્ઞાનેશ કુમારનું રાજીનામું અપાવી દો અને PM મોદી અને વિપક્ષના નેતા બંને દ્વારા સંયુક્ત રીતે પસંદ કરાયેલા ચૂંટણી કમિશનરની નિમણૂક કરો. અમે ફક્ત જવાબદારી અને દરેકને મતદાન કરવાની સમાન તક ઇચ્છીએ છીએ. PM મોદી જાણે છે કે જો ચૂંટણી યોગ્ય રીતે યોજાય તો તેઓ આજે 100 બેઠકો પણ જીતી શકશે નહીં.’ આ પછી, ધ્રૂવ રાઠીએ ‘વોટ ચોર-ગદ્દી છોડ’ (મત ચોર, ગાદી છોડી દો) જેવા નારા પણ લગાવ્યા.

‘વોટ ચોરી બંધ કરો’ વિરોધ પ્રદર્શનમાં મુખ્ય વક્તા તરીકે પહોંચ્યા ત્યારે લોકોએ ધ્રૂવ રાઠીનો ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે ગાંધી પ્રતિમાની બીજી બાજુ એક નાના જૂથે ‘મોદી, મોદી’ના નારા લગાવ્યા. મેટ્રોપોલિટન પોલીસ અધિકારીઓએ બંને જૂથોને અલગ રાખ્યા. બંને જૂથો વચ્ચે તણાવ વધવા લાગ્યો કારણ કે તેઓએ એકબીજાના નારાઓને જોરથી બોલીને સામેના નારાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાઠીએ સભાને સંબોધતા કહ્યું, ‘અમે વિદેશી હસ્તક્ષેપ ઇચ્છતા નથી. હું ભારતીયો અને NRIને સંબોધવા માટે અહીં પાર્લામેન્ટ સ્ક્વેર પર આવ્યો છું.’ તેમણે ઉમેર્યું, ‘આપણા દેશમાં ‘મત ચોરી’ સામે સંદેશ ફેલાવવો મહત્વપૂર્ણ છે.’

Leave a Reply

error: Content is protected !!