fbpx

પોલીસને જોઈને પૂરપાટ ઝડપે ભાગ્યો પતિ, રસ્તા પર પડી ગયેલી પત્નીને પાછળ ફરીને પણ ન જોયું

Spread the love

પોલીસને જોઈને પૂરપાટ ઝડપે ભાગ્યો પતિ, રસ્તા પર પડી ગયેલી પત્નીને પાછળ ફરીને પણ ન જોયું

ટ્રાફિક ચલણથી બચવા માટે લોકો શું નહીં કરી શકે? કેટલાક પોતાના વાહનોને ગલીઓમાં વાળી દે છે, તો કેટલાક ટ્રાફિકની વચ્ચેથી સાપની જેમ બાઇક નચાવતા લઇ જાય છે. આ દરમિયાન ક્યારેક તેઓ પોલીસના હાથે પકડાઈ પણ જાય છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, લોકો માત્ર ચલણથી બચવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂકતા ખચકાતા નથી. આવો જ એક કિસ્સો ઉત્તરાખંડના રુદ્રપુરથી સામે આવ્યો છે. અહીં ત્રિશૂળ ચોક પર પોલીસે વાહનો અને હેલ્મેટની ની તપાસ કરવા માટે ચેકપોઈન્ટ ગોઠવ્યું હતું. તે જ સમયે, એક વ્યક્તિ બાઇક પર પત્ની સહિત અન્ય બે લોકો સાથે આવી પહોંચ્યો.

પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પોલીસથી બચવા માટે પોતાની બાઇકને પૂરપાટ ઝડપે ભાગાવી ગયો. પોલીસથી બચવા માચે તેણે અચાનક બાઇક વાળી દીધી હતી. જેના કારણે પાછળ બેઠેલી તેની પત્નીનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પડી ગઈ. પરંતુ, તે રોકાયો નહીં; તે પોતાની પત્નીને ત્યાં જ છોડીને ભાગી ગયો. આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

man

‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ નંબર પ્લેટ વગરના વાહનો અને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકોની ચેકિંગ કરી રહી હતી. એક વ્યક્તિ મોટરસાઈકલ પર બે અન્ય મુસાફરો સાથે આવ્યો. પાછળ તેની પત્ની બેઠી હતી. જ્યારે પોલીસ અધિકારીઓએ ચાલકને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે તેણે કથિત રીતે વાહનની ગતિ વધારી દીધી. આ ઉપરાંત ગતિ સાથે તેણે પોલીથી બચવા માટે તેણે અચાનક હેન્ડલ વાળી દીધું. જેના કારણે તેની પત્નીનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પર પડી ગઈ.

પત્નીના પડી ગઇ તો પણ તેણો રોકાવું જોઇતું હતું. પત્નીને ઇજા થઇ છે કે નહીં એની માહિતી મેળવવી જોઇતી હતી. પરંતુ, તેણે પાછું વળીને જોયું પણ નહીં અને ત્યાંથી ભાગી ગયો. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ તરત જ આગળ આવીને મહિલાને મદદ કરી. આજકાલ કેમેરા અને રીલનો જમાનો છે. તો, ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો, ત્યારબાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

traffic police

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તેમણે મહિલાને પૂછપરછ કરી હતી. મહિલાએ જણાવ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી. પોલીસે તેને જરૂરી સલાહ આપીને ઘરે મોકલી આપી. આ ઘટનાએ બેદારકારીપૂર્વક વાહન ચલાવવાના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે, કારણ કે આવી વર્તણૂક માત્ર વાહનચાલકને જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય લોકોને પણ જોખમમાં મૂકી દે છે.

Leave a Reply

error: Content is protected !!