સજા વોરંટના આરોપીને ઝડપી પાડતી પ્રાંતિજ પોલીસ
પ્રાંતિજ પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ IPS દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયા તથા સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.સી. ગોહિલ અને તેમની ટીમ દ્વારા સતત વોચ અને તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ત્રીજી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ, હિંમતનગરના ફોજદારી કેસ નંબર ૫૪૧૦/૨૦૨૧ના સજા વોરંટના આરોપી રાજદીપભાઈ મહેશભાઈ પંડ્યા, રહે. ઓરણ મજરા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીને ઝડપી પાડ્યા બાદ પ્રાંતિજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કામગીરીથી સજા વોરંટના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી સતત દેખરેખ અને કાર્યવાહી સામે આવી છે