fbpx

શું બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત ‘અર્નબ’ મચાવશે તબાહી? 5 રાજ્યોમાં એલર્ટ જાહેર, 53 ટ્રેનો રદ

Spread the love

શું બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાત 'અર્નબ' મચાવશે તબાહી?  5 રાજ્યોમાં એલર્ટ જાહેર, 53 ટ્રેનો રદ

બંગાળની ખાડીમાં ચક્રવાત ‘અર્નબ’ વધુ શક્તિશાળી બન્યું છે અને આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ કટોકટીની તૈયારીઓ તેજ કરી દીધી છે. 28 ઓક્ટોબરે આ ચક્રવાત તટ પર ટકરાય તેવી શક્યતા છે, જેના કારણે ભારે વરસાદ પડી શકે છે અને પવનની ગતિ 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને પુડુચેરીને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ‘અર્નબ’ એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને આગળ જઇને ખૂબ ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઇ શકે છે. સોમવારે સાંજે જાહેર કરાયેલા બુલેટિનમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ તોફાન ખૂબ જ ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

Cyclone-Arnab1

હાલમાં આ ચક્રવાત વિશાખાપટ્ટનમથી લગભગ 490 કિમી, કાકીનાડાથી 560 કિમી અને બાપટલાથી 730 કિમી દૂર છે. તે બાપટલા અને વિશાખાપટ્ટનમની વચ્ચે યાનમની નજીક આંધ્ર પ્રદેશ અને યાનમના કિનારાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 114-125 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જે ઝાપટાં સાથે 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ ચક્રવાતને કારણે રેલ સેવાઓ પ્રભાવિત થઇ છે અને 27 તથા 28 ઓક્ટોબરની 53 ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વિજયવાડા, રાજમુંદ્રી, વિશાખાપટ્ટનમ, કાકીનાડા પોર્ટ અને ગુંટૂર અને આંધ્ર પ્રદેશના બીજા અય મુખ્ય સ્ટેશનો જોડતા રૂટ્સનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજીને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરી છે. અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જનસુરક્ષાને પ્રાથમિકતા આપે, સંપત્તિને થતું નુકસાન ઘટાડે અને આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે.

Cyclone-Arnab

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, બચાવ કામગીરી માટે આર્મી, નેવી, એર ફોર્સ અને કોસ્ટ ગાર્ડને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. માછીમારોને 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલય, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ભારતીય હવામાન વિભાગ (IMD) પ્રભાવિત રાજ્યો સાથે સંકલન સાધી રહ્યા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના વહીવટીતંત્રને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!