fbpx

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

Spread the love

સુખી માણસો આ 3 વસ્તુઓ ખરીદે છે

આપણે સૌ જાણીએ છીએ કે પૈસા સુખ ખરીદી શકે છે પણ ખરો સવાલ એ છે કે કેવી રીતે. મોટાભાગના લોકો નવી કાર, મોંઘી ઘડિયાળ, મોટા ઘર કે નવા ફોનની પાછળ દોડે છે કારણ કે જાહેરાતો અને સમાજ આ જ વસ્તુઓને સફળતા અને સુખની ઓળખ બનાવી દે છે. પણ વર્ષોના સંશોધન કંઈક અલગ કહે છે. એલિઝાબેથ ડન, થોમસ ગિલોવિચ અને માઇકલ નોર્ટન સહિતના મનોવૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે સૌથી વધુ સુખી લોકો વધુ પૈસા ખર્ચતા નથી પણ તેઓ અલગ રીતે ખર્ચે છે. તેઓ મુખ્યત્વે ત્રણ વસ્તુઓ પર પૈસા વાપરે છે. અનુભવો, સમય બચાવતી સેવાઓ અને બીજા લોકો.

1. અનુભવો

નવી વસ્તુ ખરીદવાથી થોડા

03

2. સમય બચાવતી સેવાઓ

ઘર સાફ કરાવવું, કપડાં ધોવડાવવાં, રસોઈ માટે મદદ લેવી કે અન્ય નાના નાના કામો કોઈને આપી દેવા એ ઘણા લોકો માટે “વિલાસી” અથવા બિનજરૂરી લાગે છે. પણ સંશોધન સ્પષ્ટ કહે છે કે આ ખર્ચ સુખ વધારે છે. કારણ સરળ છે, તમે પૈસા આપીને તમારો સમય પાછો ખરીદી રહ્યા છો અને તે સમય તમે તમારા પરિવાર, હોબી, આરામ કે વ્યક્તિગત વિકાસમાં મૂકી શકો છો.

જે કામ તમને થકવે છે, ચિડાવે છે અથવા તમારી ઊર્જા ચૂસી લે છે તેને બહારથી કરાવવું એ માત્ર સુવિધા નથી, તે સુખ માટેનું રોકાણ છે. અભ્યાસો દર્શાવે છે કે જે લોકો સમય બચાવતી સેવાઓ પર ખર્ચ કરે છે તેઓ ઓછા તણાવ અનુભવે છે અને જીવન સાથે વધુ સંતુષ્ટ હોય છે. ભારતીય ઘરોમાં રસોઇયા, સફાઈ માટે મદદ અથવા બાળકો માટે કેરટેકર રાખવું ઘણી વખત શક્ય હોય છે. આ ખર્ચ ઘણા લોકોને પૈસાનો વ્યર્થ લાગે છે પણ જ્યારે તે સમય તમે પરિવાર સાથે રાત્રિભોજન કરવામાં, બાળકો સાથે રમવામાં અથવા પોતાના હોબીમાં મૂકો છો ત્યારે તેનું વળતર ઘણું વધારે મળે છે. સમય એ એવી વસ્તુ છે જે એકવાર ગઈ એ પાછી નથી આવતી તેથી તેને ખરીદવી સૌથી સમજદારીપૂર્ણ ખર્ચમાંની એક છે.

04

3. બીજા લોકો પર ખર્ચ કરવો

ભેટ ખરીદવી, કોઈને ભોજન કરાવવું, મિત્રો સાથે કોફી પીવી કે જરૂરિયાત વળી વ્યક્તિને મદદ કરવી આ વાત માત્ર સારી નથી, તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી છે. અભ્યાસો દર્શાવે છે કે બીજા માટે ખર્ચ કરવાથી મળતું સુખ, તે જ રકમ પોતાના પર ખર્ચ કરવા કરતાં વધુ હોય છે. ઉદારતા આપનારને પણ સુખી બનાવે છે. આને “prosocial spending” કહે છે.

નાના પ્રયોગોમાં લોકોને થોડા ડોલર આપીને કહેવામાં આવ્યું કે તે પોતાના પર અથવા બીજા પર ખર્ચ કરો. જેમણે બીજા પર ખર્ચ કર્યો તેઓ વધુ સુખી હતા. આ અસર વિશ્વભરમાં જોવા મળી છે અને નાની ઉંમરના બાળકોમાં પણ “વોર્મ ગ્લો” અનુભવાય છે. જ્યારે આપણે બીજાને મદદ કરીએ છીએ અથવા ભેટ આપીએ છીએ ત્યારે આપણા સંબંધો મજબૂત થાય છે, આપણને અર્થપૂર્ણ લાગે છે અને આપણું મગજ પણ સકારાત્મક પ્રતિભાવ આપે છે. તહેવારોમાં પરિવાર અને મિત્રોને નાની ભેટ આપવી, કોઈને અણધારી રીતે ભોજન પીરસવું અથવા નાનકડું દાન કરવું આ બધું આપણને પણ સુખ આપે છે.

02

સુખી લોકો વધુ પૈસા ખર્ચતા નથી તેઓ પૈસાને અલગ રીતે ઉપયોગમાં લેતા હોય છે. જાહેરાતો તમને વસ્તુઓ ખરીદવા કહે છે પણ સંશોધન કહે છે કે અનુભવો, સમય અને લોકો પર ખર્ચ કરો. આનો અર્થ એ નથી કે તમે ક્યારેય વસ્તુઓ ન ખરીદો પણ જ્યારે પસંદગી હોય ત્યારે પ્રાથમિકતા બદલો.

આગલી વખતે જ્યારે પૈસા ખર્ચવાનું મન થાય ત્યારે પોતાને એક સવાલ પૂછો: “આ વસ્તુ મને થોડા દિવસ સુખ આપશે કે લાંબા સમયની યાદગીરી, સંતોષકારક સમય અથવા કોઈના ચહેરા પર સ્મિત આપશે?” જવાબ સ્પષ્ટ છે. પૈસાને ટૂલ તરીકે વાપરો. અનુભવો બનાવવા, સમય પાછો ખરીદવા અને બીજા લોકો સાથેના સંબંધો મજબૂત કરવા માટે. આ રીતે ખર્ચ કરવાથી સુખ વધુ ટકશે અને બેવડું બનશે.

Leave a Reply

error: Content is protected !!