પ્રાંતિજ પોલીસ દ્વારા ૨.૯૨૮ કિલો ગાંજો ઝડપી પડાયો
– રૂ. ૧.૪૬ લાખની કિંમતનો માદક પદાર્થ કબજે કરાયો
– અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના આધારે પ્રાંતિજ પોલીસને રૂ.૧,૪૬,૪૦૦ ની કિંમતનો ૨ કિલો ૯૨૮ ગ્રામ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છેમળતી માહિતી મુજબ, ગાંધીનગર તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલની સૂચના અને પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એન.સી. ગોહિલ તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન વડવાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર મોટરસાઇકલ નંબર GJ-38-AC-5892ના ચાલક અક્ષયકુમાર પી. ગોહેલને અકસ્માત થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત યુવકને તેની સાથેના સામાન સહિત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ દરમિયાન પ્રાંતિજ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી યુવકના સામાનની તપાસ કરતાં કાળા કલરની પ્લાસ્ટિકની થેલી તથા મરૂન કલરની કોલેજ બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતાં ગાંજાનું વજન ૨ કિલો ૯૨૮ ગ્રામ અને કિંમત રૂ. ૧,૪૬,૪૦૦ હોવાનું જાણવા મળ્યું હતું જોકે, અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવક અક્ષયકુમાર પી. ગોહેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું યુવક અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં અશોકવાડી, સહજાનંદ ફ્લેટની સામે રહેતો હોવાનું જાણવા મળ્યું છેઆ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ ની કલમ ૮ (સી) અને ૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ગાંજા ઉપરાંત યુવક પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, વિઝિટિંગ કાર્ડ, રોકડા રૂ. ૪૦૦ બે પાસપોર્ટ સાઇઝના ફોટા, પર્સ, મરૂન કલરની કોલેજ બેગ તથા પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો સામાન કબજે કર્યો છે.
