fbpx

ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરનારી મહિલાના ઘરેણાં અને રોકડની ચોરી, 4 વખત ચેઈન ખેંચવા છતા કોઈ ન મળી મદદ; અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન

Spread the love

ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરનારી મહિલાના ઘરેણાં અને રોકડની ચોરી, 4 વખત ચેઈન ખેંચવા છતા કોઈ ન મળી મદદ; અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન

લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર એક ઘટના સામે આવી છે, જેમાં ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરનારી એક મહિલાના ઘરેણાં અને રોકડની ચોરી થઈ છે. મહિલાનો દાવો છે કે તેની બેગમાંથી અંદાજે રૂ.2.5 લાખના ઘરેણાં અને રૂ.25000 રોકડ ચોરાઈ ગયા છે. હેરાનીની વાત એ છે કે, મદદ મેળવવા માટે તેણે ચાર વખત ઈમરજન્સી ચેઈન ખેંચી હતી, પરંતુ તેના જણાવ્યા અનુસાર, મદદ માટે ન તો TTE આવ્યા કે ન તો RPFનો કોઈ જવાન ત્યાં પહોંચ્યો.

મહિલાએ રેલવે હેલ્પલાઈનનો પણ સંપર્ક કર્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ ત્યાંથી પણ તેને તાત્કાલિક કોઈ મદદ મળી નહોતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. અત્યાર સુધી રેલવે, RPF કે GRP તરફથી આ ઘટના અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ટ્રેન મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ રેલવેની મુખ્ય જવાબદારી હોય છે. ખાસ કરીને ફર્સ્ટ AC જેવા કોચમાં મુસાફરી કરનારા મુસાફરો વધુ પૈસા આપીને મુસાફરી કરે છે, જ્યાં તેમને અપેક્ષાકૃત વધારે ગોપનીયતા અને સુવિધાઓ મળે છે. જોકે, લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટનાએ પ્રીમિયમ કોચમાં મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

આ ઘટના ટ્રેન નંબર 15726, આનંદ વિહાર ટર્મિનસ–ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસમાં બની હતી. એક મહિલા તેના નાના બાળક સાથે ફર્સ્ટ AC કોચમાં મુસાફરી કરી રહી હતી. તેના જણાવ્યા મુજબ, તેની બેગમાંથી લગભગ રૂ.2.5 લાખના ઘરેણાં અને રૂ.25000 રોકડ ચોરાઈ ગયા હતા. જ્યારે ટ્રેન લખનૌના ચારબાગ સ્ટેશન પર પહોંચી ત્યારે તેને ચોરીની જાણ થઈ. મહિલાએ જણાવ્યું કે તેને ખબર જ નથી કે તેની બેગમાંથી ઘરેણાં અને રોકડ ક્યારે અને કેવી રીતે ગાયબ થઈ ગયા.

women2

પીડિતાનો દાવો છે કે તેણે ઈમરજન્સી ચેઈન ખેંચવાના 4 પ્રયાસો કર્યા, છતાં કોઈ મદદ ન મળી. આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે મહિલાને કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. તેનો દાવો છે કે ચોરીની જાણ થતા જ તેમણે ટ્રેનને રોકવા અને રેલવે કર્મચારીઓને સાવચેત કરવા માટે ચાર વખત ઈમરજન્સી ચેઈન ખેંચી હતી. તેમ છતા ત્યાં ન તો કોઈ TTE આવ્યા કે ન તો પોલીસનો કોઈ કર્મચારી ત્યાં પહોંચ્યો. તેમણે રેલવે હેલ્પલાઈન પર પણ ફોન કર્યો હતો, પરંતુ તેનો આરોપ છે કે ત્યાંથી પણ તેને કોઈ તાત્કાલિક પ્રતિસાદ કે મદદ ન મળી.

આ મહિલાએ એક વીડિયો દ્વારા પોતાની આપવીતી જણાવી છે. તેણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ‘ફર્સ્ટ AC’ના ખાનગી અને બંધ કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતી મહિલા પણ સુરક્ષિત ન અનુભવી શકે, તો પછી રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર કેવી રીતે ભરોસો કરી શકાય? પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે રેલવે તંત્ર અને પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેનું કહેવું છે કે, જો આવી પરિસ્થિતિમાં કોઈ મુસાફરને મદદ નથી મળતી, તો પછી તેઓ કોની પાસેથી સુરક્ષાની અપેક્ષા રાખી શકે?

આ કથિત ચોરી અને ત્યારબાદ મદદ ન મળવાની ઘટનાએ હવે રાજકીય વળાંક લીધો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ભાજપ જ અરાજકતા છે… ભાજપના શાસનમાં કોઈ ગુનેગાર ક્યારેય નહીં પકડાય, કારણ કે જે ગુનેગારો હશે, તેઓ ભાજપમાં કોઇક ને કોઇક જ કોઈ પદાધિકારી હશે… મહિલાઓના આંસુ ભાજપની સત્તાને વહાવી લઇ જશે!

Leave a Reply

error: Content is protected !!