fbpx

વધુ એક દેશમાં રાજકીય ઘમાસાણ, રાષ્ટ્રપતિની જ ધરપકડ કરી લેવાઈ, હજારો લોકો રસ્તા પર ઉતરેલા

Spread the love

વધુ એક દેશમાં રાજકીય ઘમાસાણ, રાષ્ટ્રપતિની જ ધરપકડ કરી લેવાઈ, હજારો લોકો રસ્તા પર ઉતરેલા

નેપાળ, બાંગ્લાદેશ, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોમાં જોવા મળેલી રાજકીય ઉથલપાથલ બાદ, હવે પેરાગ્વેમાં પણ રાજકીય તોફાન આવ્યું છે. રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સંસદમાં તેમની વિરુદ્ધ લાવવામાં આવેલો મહાભિયોગ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થતા તેમણે પદ છોડવું પડ્યું. જોકે પેનાએ મહાભિયોગ અગાઉ જ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ તેમને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા.

santiago-pena2

પદ છોડ્યાના તરત જ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે ઉપરાષ્ટ્રપતિ પેડ્રો એલિયાનાને સર્વસંમતિથી નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. પેના પર Ueno બેંકમાં કૌભાંડ કરવાનો આરોપ છે. તેમના પર સરકારી પૈસા આ બેંકમાં જમા કરવા અને બેંકને ખોટી રીતે આર્થિક લાભ પહોંચાડવાનો આરોપ છે, જેને કારણે તેમની ખુરશી જતી રહી.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે, 44 સાસદોએ પેના વિરુદ્ધના મહાભિયોગના પક્ષમાં મતદાન કર્યું હતું. તેમણે ગુરુવારે જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ સંસદે સ્વીકાર્યું નહોતું. કારણ કે વિરોધ પક્ષે તર્ક આપ્યો હતો કે જો પેના સ્વેચ્છાએ રાજીનામું આપે છે, તો તેમની વિરુદ્વ કાનૂની કાર્યવાહી નહીં થઇ શકે અને તેમને પૂર્વ રાષ્ટ્રપતિને મળનારી તમામ સુવિધાઓ અને સંસદીય સુરક્ષા મળી જશે. એટલે, સંસદના સ્પીકરની મંજૂરી બાદ વિરોધ પક્ષે મહાભિયોગની પ્રક્રિયા આગળ વધારી. વિરોધ પક્ષના સાંસદ યોલાન્ડા પેરેડેસે જણાવ્યું હતું કે, પેનાને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે, પરંતુ એ પૂરતું નથી; તેમને જેલમાં મોકલવા જોઈએ. તેમને પદના દુરુપયોગ બદલ કડકમાં કડક સજા થવી જોઈએ.

પેના પર આરોપ છે કે, રાજકીય સત્તાનો ઉપયોગ કરીને સરકારી પૈસા ‘Ueno બેંક’માં જમા કરાવ્યા હતા. પેનાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તપાસ એજન્સીઓને તેમની વિરુદ્ધ પુરાવા મળ્યા છે. તપાસ એજન્સીએ આ મામલે બેંકના માલિક અને શેરધારક મિગ્યુએલ વાઝક્વેઝ સહિત 27 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. બેંકના 6 ડિરેક્ટરોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બેંકના માલિકની 9 લક્ઝરી કાર, એક યૉટ અને નાના વિમાન જપ્ત કરવામાં આવ્યા છે. પેના Ueno બેંકની હોલ્ડિંગ કંપનીમાં હિસ્સેદાર હતા, પરંતુ કેસમાં દબાણ વધતા તેને વેચી દીધી. તેમના પર કેન્દ્રીય બેંક સાથે સંકળાયેલી એક વ્યક્તિની નિમણૂક કરવાનો આરોપ છે. સરકારી પેન્શન ફંડમાંથી 35.5 કરોડ ડોલર આ બેંકમાં જમા કરાવવાનો આરોપ છે.

santiago-pena1

નોંધનીય છે કે તપાસ એજન્સીઓએ બેંકનો કબજો લઈ લીધો છે, જેના કારણે 30 લાખ ગ્રાહકોના ખાતા અને જમાં પૂંજી ફસઈ ગઈ છે. ગ્રાહકો તેમના ખાતામાંથી રકમ ઉપાડી શકતા નથી કે ન કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરી શકતા હતા. જોકે, હાલમાં 1 કરોડ ગુઆરાની એટલે કે લગભગ 1,600 ડોલર સુધીની જમા પૂંજી પરત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, બેંકમાં રહેલી 37,000 ડોલરની રકમ વીમાની છે.

Leave a Reply

error: Content is protected !!