fbpx

રેલવેની સરકારી નોકરી છે છતા સરકારી અનાજ લઈ રહ્યા છે, 1.82 લાખ કર્મચારીઓ પાસે રેશન કાર્ડ

Spread the love

રેલવેની સરકારી નોકરી છે છતા સરકારી અનાજ લઈ રહ્યા છે, 1.82 લાખ કર્મચારીઓ પાસે રેશન કાર્ડ

સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં 1.82 લાખથી વધુ એવા રેલવે કર્મચારીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ સબસિડીવાળા અનાજ મેળવવા માટે કદાચ પાત્ર નથી. રેલવે બોર્ડે હવે રેલવે અધિકારીઓને આ આરોપો કંફર્મ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

તપાસના પ્રાથમિક આંકડા મુજબ 1,82,283 રેલવે કર્મચારીઓની ઓળખ એવા લોકોના રૂપમાં કરવામાં આવી છે, જેમની વિગતો હાલના NFSA રેશન કાર્ડ ધારકો સાથે મેળ ખાય છે. જે કર્મચારીઓ અપાત્ર જણાયા છે, તેમને પોતાના રેશન કાર્ડ સરેન્ડર કરવાની સલાહ આપવામાં આવી છે.

ration

11 નવેમ્બરના રોજ જાહેર કરાયેલી એક સૂચનામાં રેલવે બોર્ડે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા પરિણામોનો ઉલ્લેખ કર્યો છે. આ વિભાગે દેશવ્યાપી અભિયાન ચલાવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય એવા લોકોની ઓળખ કરવાનો હતો કે જેઓ પાત્રતાના માપદંડો પૂરા કરતા નથી, તેમ છતાં સબસિડીવાળું અનાજ લઈ રહ્યા છે.

મોટાભાગની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નિયમો મુજબ, સરકારી વિભાગો, સરકારી ક્ષેત્રના ઉપક્રમો (PSUs), સ્વાયત્ત સંસ્થાઓ અને સ્થાનિક ઓથોરિટીમાં કામ કરતા કર્મચારીઓને સામાન્ય રીતે NFSA હેઠળના લાભો મેળવવાની મંજૂરી હોતી નથી. પાત્રતા નક્કી કરવામાં કર્મચારીની નોકરીની સ્થિતિ અને આવકવેરાની દેવાદારી જેવા પરિબળો સામેલ હોય છે. રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવે કચેરીઓ અને પ્રોડક્શન યુનિટ્સને કહ્યું છે કે તેઓ કર્મચારીઓને આ પ્રતિબંધો અંગે જાણ કરે અને અપાત્ર લોકોને સબસિડીવાળા અનાજનો લાભ લેતા રોકે.

ration

બોર્ડે રેલવે વહીવટીતંત્રને આ જાણવા માટે સેમ્પલ વેરિફિકેશન કરવાનો પણ નિર્દેશ આપ્યો છે ઓળખાયેલા કર્મચારીઓએ ખરેખર સબસિડીવાળું અનાજ લીધું છે. જે કર્મચારીઓએ આ લાભોનો ઉપયોગ કર્યો નથી, તેમની પાસેથી આ બાબતની પુષ્ટિ કરતું લેખિત ડિક્લેરેશન લઇ શકાય છે. આ નિર્દેશ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના 24 સપ્ટેમ્બરના પત્રના બાદ આપવામાં આવ્યા છે, જેમાં ઓળખ અભિયાનના પરિણામોની વિગતો આપવામાં આવી હતી.

જોકે, યાદીમાં નામ આવવાનો અર્થ એ નથી કે આ તમામ 1.82 લાખ કર્મચારીઓએ સબસિડીવાળું અનાજનો લીધુ જ છે. આ માત્ર પ્રાથમિક આંકડા છે, જેની પુષ્ટી બાકી છે. આ પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સબસિડીવાળું અનાજ આર્થિક રીતે નબળા પરિવારો સુધી પહોંચે, જેઓ NFSA હેઠળ સહાય મેળવવા માટે હકદાર છે. ઉલ્લેખનીય છે કે રેલવેમાં કેટલાક કર્મચારીઓ રેશન કાર્ડ દ્વારા અનાજ મેળવવા માટે પાત્ર હોય છે.

Leave a Reply

error: Content is protected !!