fbpx

પ્રાંતિજ સર્જન ફાઉન્ડેશન દ્વારા સીતવાડા ખાતે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ સર્જન ફાઉન્ડેશન દ્વારા સીતવાડા ખાતે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
– કેમ્પમાં ૫૧૮ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી
– ૩૦૭ લોકોને રાહતદરે નંબરનાં ચશ્માંનું વિતરણ કરાયું
– મોતિયા, વેલ અને નાસુરના ૭૧ દર્દીઓની ઓળખ કરાઈ, વિનામૂલ્યે ઓપરેશન કરાશે


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા ગામે આવેલ શ્રી શિવમ ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય ખાતે સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો ચોથો નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. તા. ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ યોજાયેલા આ કેમ્પમાં કુલ ૫૧૮ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી


કેમ્પ દરમિયાન તપાસમાં ૩૦૮ વ્યક્તિઓને નંબરનાં ચશ્માંની જરૂરિયાત જણાતાં તેમને રાહતદરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મોતિયા, વેલ અને નાસુર સહિતની આંખોની સમસ્યાથી પીડાતા ૭૧  દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. આ તમામ દર્દીઓનું શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ, ઇડર ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપવામાં આવશે આ કેમ્પનું આયોજન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર  અશોક પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા શાળાના સ્ટાફ મિત્રો, આંખના મદદનીશોની ટીમ તેમજ સંસ્થાના સ્ટાફ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી આ કેમ્પના માધ્યમથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને આંખોની તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ થતાં લોકોએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!