fbpx

સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

Spread the love

સૂર્યપ્રકાશથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર, 3 લોકો બેસી શકશે અને શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વચ્ચે મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા માટે એક નવો વિકલ્પ આવી ગયો છે. પુણેની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની Vayve Mobilityએ ભારતની પ્રથમ સૌર ઊર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર Vayve Eva રજૂ કરી છે. આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેને માત્ર વીજળીથી જ નહીં, પરંતુ સૂર્યપ્રકાશથી પણ ચાર્જ કરી શકાય છે. ચાલો આ અનોખી કારની કિંમત, રેન્જ અને ફીચર્સ અંગે માહિતી મેળવીએ.

આ કારની સૌથી મોટી વિશેષતા તેની છત પર લગાવવામાં આવેલું સોલર પેનલ છે. કંપનીનો દાવો છે કે પૂરતો સૂર્યપ્રકાશ મળે તો, આ સોલર પેનલ દ્વારા દરરોજ વધારાની 10-12 કિમીની રેન્જ મળી શકે છે. એટલે કે તમે વર્ષભરમાં લગભગ 3,000 કિમીનું અંતર એકદમ ફ્રી એટલે કે સૌર ઊર્જાની મદદથી કરી મુસાફરી કરી શકો છે.

Eva

જોકે, તેનો અર્થ એ નથી કે તેને ક્યારેય વીજળીથી ચાર્જ કરવાની જરૂર નહીં પડે. સોલર પેનલ બેટરીને સપોર્ટ કરે છે, પરંતુ લાંબી મુસાફરી માટે અથવા જ્યારે સૂર્યપ્રકાશ ઓછો હોય, ત્યારે વાહનને સામાન્ય ઇલેક્ટ્રિક ચાર્જરથી ચાર્જ કરવું પડશે.

શું છે કિંમત અને બેટરી સબસ્ક્રિપ્શન પ્લાન?

Vayve Evaને ખૂબ જ સસ્તી કિંમતે લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતી કિંમત રૂ.3.25 લાખ છે. રૂ.3.25 લાખ (આ પ્લાનમાં બેટરી ઉપયોગ કરવા માટે તમારે રૂ.2/ કિમીનો શુલ્ક ચૂકવવો પડશે, સાથે જ ન્યૂનતમ માસિક અંતર કાપવાની શરત લાગૂ પડે છે. બેટરી સહિત કિંમત રૂ.3.99 લાખથી શરૂ.

Eva

Vayve Evaના 3 શાનદાર વેરિયન્ટ્સ

કંપનીએ આ કારને ત્રણ અલગ-અલગ વેરિયન્ટ્સમાં રજૂ કરી છે, જેથી ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ પસંદગી કરી શકે:

Nova વેરિયન્ટનીની એક્સ શૉરૂમની કિંમત રૂ.3.99 લાખ છે. દાવા મુજબ તેની રેન્જ 125 કિમીની છે.

તો Stella વેરિયન્ટની એક્સ શૉરૂમ કિંમત રૂ.4.99 લાખ છે. દાવા મુજબ તેની રેન્જ 175 કિમીની છે

Vega વેરિયન્ટની એક્સ શૉરૂમની કિંમત રૂ.5.99 લાખ છે. દાવા મુજબ તેની રેન્જ 250 કિમીની છે

3 લોકો માટે બેસવાની જગ્યા અને શાનદાર પિકઅપ

આ કારમાં 3 લોકો માટે બેસવાની વ્યવસ્થા છે, આગળ ડ્રાઈવર માટે એક સીટ અને પાછળ બે મુસાફરો આરામથી બેસી શકે છે. તેનું બંધ કેબિન તડકા, ધૂળ અને વરસાદથી સંપૂર્ણ રક્ષણ પૂરું પાડે છે. શહેરના ટ્રાફિકમાં ચલાવવા માટે આદર્શ છે અને માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે. કંપનીની 2027માં ડિલિવરી શરૂ કરવાની યોજના છે.

Baljor Singh

ચાલો એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ દર મહિને 1000 કિમી કાર ચલાવે છે. તેમાં લગભગ 300 કિમી સોલર ચાર્જિંગ દ્વારા કવર થાય છે, જ્યારે બાકીના 700 કિમી માટે ઇલેક્ટ્રિકલ ગ્રીડમાંથી ચાર્જિંગની જરૂર પડે છે.

Vayve Eva એવા લોકો માટે પરફેક્ટ છે જેમને શહેરની અંદર ઓફિસ જવા માટે અથવા નાના-મોટા કામકાજ માટે દરરોજ 25 થી 40 કિમી મુસાફરી કરવાની હોય છે. તેની સાઈઝ ટ્રાફિક અને પાર્કિંગ સંબંધિત સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરશે.

Leave a Reply

error: Content is protected !!