fbpx

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ-તલોદ ભાજપનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે પ્રાંતિજ-તલોદ ભાજપનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ-તલોદ શહેર અને તાલુકા મંડળ દ્વારા નવા વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસે આવેલી ઉમિયા સમાજવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો, વિવિધ મંડળોના પ્રમુખો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત ભાજપના તમામ કાર્યકરો, હોદ્દેદારો અને આગેવાનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડ્યા, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ શહેર મંત્રી ચિંતનભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, નિરવભાઈ પરીખ, જિગ્નેશભાઈ પંડ્યા, નગરપાલિકાના કોર્પોરેટરો પિયુષભાઈ પટેલ, વિપુલભાઈ ભોઈ, મહેશસિંહ મકવાણા, ગીતાબેન પટેલ તથા કૈલાસબેન રાઠોડ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સહિત પ્રાંતિજ-તલોદના ભાજપના વિવિધ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પ્રાંતિજ-તલોદ વિસ્તારના ત્રણ યુવાનો બાઈક પર વારાણસીની યાત્રાએ ગયા હતા. તેમની આ સાહસિક યાત્રાની નોંધ લઈ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ત્રણેય યુવાનોને ફૂલછડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુમાં કાર્યક્રમ દરમિયાન એલઈડી સ્ક્રીનના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આમ, પ્રાંતિજ ખાતે યોજાયેલા પ્રાંતિજ-તલોદ ભાજપના સ્નેહ મિલન સમારોહમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે સાથે ભાજપ પરિવારના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહભેર મેળાવડો યોજાયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!