fbpx

બજાજે નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી, હવે પહેલાથી એડવાન્સ ફીચર્સ મળશે

Spread the love

બજાજે નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરી, હવે પહેલાથી એડવાન્સ ફીચર્સ મળશે

ભારતમાં 200cc બાઇક્સની ભારે માંગ છે અને લોકો આ બાઇક્સને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન, બજાજ ઓટોએ મોટો ધમાકો કરતા તેની એકમાત્ર ફુલ-ફેયર્ડ સ્પોર્ટ્સ બાઇક 2026 બજાજ પલ્સર RS200 મોટા તકનીકી અને મિકેનિકલ અપડેટ્સ સાથે લોન્ચ કરી છે.

જ્યારે પલ્સર બ્રાન્ડની 25મી વર્ષગાંઠ નિમિત્તે રજૂ કરાયેલા આ અપડેટેડ મોડેલની શરૂઆતની એક્સ-શૉરૂમ કિંમત 1,98,441 રૂપિયા છે. કંપનીએ બાઇકની આક્રમક ડિઝાઈન જાળવી રાખવાની સાથે, તેમાં હવે અનેક આધુનિક ઈલેક્ટ્રોનિક અને હાર્ડવેર ફીચર્સ ઉમેર્યા છે, જે અગાઉ આ મોડેલમાં મળતા નહોતા. ચાલો જોઈએ કે નવી પલ્સર RS200માં શું નવું અને ખાસ છે.

Bajaj Pulsar RS200

નવી પલ્સર RS200માં સૌથી મોટો ફેરફાર તેના ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટરમાં છે. જૂના કલર LCD કન્સોલના સ્થાને હવે નવી 5-ઇંચની કલર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ગૂગલ મેપ્સ મિરરિંગને સપોર્ટ કરે છે. એટલે કે હવે તમે બાઇકની સ્ક્રીન પર સીધું જ નેવિગેશન જોઈ શકો છો. આ ઉપરાંત, તેના રોજિંદા રાઇડિંગને સરળ બનાવવા માટે એડજસ્ટેબલ હેન્ડ લિવર્સ, USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, હેઝાર્ડ લાઇટ સ્વિચ અને પેનિક બ્રેક એલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

ઈલેક્ટ્રોનિક પેકેજ અપગ્રેડના ભાગરૂપે બજાજે તેમાં ઈલેક્ટ્રોનિક થ્રોટલ બોડી આપવામાં આવી છે, જેને કારણ હવે બાઇકમાં પાંચ અલગ-અલગ રાઇડિંગ મોડ્સ મળે છે. લપસણા રસ્તાઓ પર વધુ સારી ગ્રીપ માટે તેમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ પણ ઉમેરવામાં આવી છે, જ્યારે તેજ ગિયર શિફ્ટિંગ માટે નવું ‘સ્પોર્ટ્સ શિફ્ટર’ પણ આપવામાં આવ્યું છે.

parsottam solanki

જ્યારે બાઇકમાં 199.5ccનું, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેના પાવરને 1 PSનો વધારો કરીને 25.5 PS કરવામાં આવ્યો છે, જ્યારે ટોર્ક 18.74 Nm પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોર્નરિંગ અને બ્રેકિંગ સ્થિરતા વધારવા માટે, જૂના ટેલિસ્કોપિક સસ્પેન્શનને બદલે 37mmના અપસાઇડ-ડાઉન (USD) ફ્રન્ટ ફોર્ક્સ અને વધુ પહોળા 140/70-R17 રેડિયલ ટાયર આપવામાં આવ્યા છે. ભારતીય બજારમાં તેની સીધી સ્પર્ધા Yamaha R15 V4, KTM RC 200, Hero Karizma XMR અને Suzuki Gixxer SF 250 સાથે રહેશે.

Leave a Reply

error: Content is protected !!