fbpx

વસ્તી નિયંત્રણ માટે ધર્મગુરુઓનો પણ સહયોગ લેવો જોઇએ: CM યોગી આદિત્યનાથ

Spread the love

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશની વધતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, આપણે ધ્યાન રાખવું પડશે કે, વસ્તી નિયંત્રણનો કાર્યક્રમ સફળતાપૂર્વક અગાળ વધે, પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે, વસ્તીનું અસંતુલન ઉત્પન્ન ન થાય. તેમણે કહ્યું કે, કોઈ વર્ગની વસ્તી વધવા સ્પીડ અને તેની ટકાવારી હોય અને જે મૂળ નિવાસી છે, જાગૃતિ અભિયાન ચલાવીને તેની વસ્તી નિયંત્રણ કરીને સંતુલન ઉત્પન્ન કરી દેવામાં આવે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 100 કરોડની વસ્તી સુધી પહોંચવા વર્ષો લાગી ગયા, પરંતુ 100 થી 500 કરોડ થવામાં માત્ર 183-185 વર્ષ જ લાગ્યા. આ વર્ષના અંત સુધી વિશ્વની વસ્તી 800 કરોડ થવાની સંભાવના છે. આજનું ભારત 135-140 કરોડ વસ્તીનો દેશ છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. અહીં અત્યારે 24 કરોડની વસ્તી છે, જે થોડા જ સમયમાં 25 કરોડને પાર કરી જશે. આ સ્પીડ એક પડકાર છે. આપણે તેના નિયંત્રણ/ સ્થિરીકરણ માટે પ્રયત્ન કરવો પડશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, જે દેશોની વસ્તી વધારે હોય છે, ત્યાં વસ્તી અસંતુલનનો વિષય છે કેમ કે, રિલિજિયસ ડેમોગ્રાફી પર પણ તેની અસર પડે છે. એક સમય બાદ ત્યાં અવ્યવસ્થા અને અરાજકતા જન્મ લેવા લાગે છે, તેના માટે વસ્તી સ્થિરીકરણના પ્રયાસોથી જાતિ, મત-ધર્મ, ક્ષેત્ર, ભાષાથી ઉપર ઊઠીને સમાજમાં સમાન રૂપે જાગૃતિના વ્યાપક કાર્યક્રમ સાથે જોડાવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, આપણી સામે સામાન્ય રૂપે એક સમસ્યા જોવા મળે છે કે, કોઈ એક વર્ગ વિશેષમાં માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર પણ વધારે છે. બે બાળકો વચ્ચે અંતર ઓછું ન હોય.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વસ્તી સ્થિરીકરણની દિશામાં થઈ રહેલા શાનદાર પ્રયાસને જન સહભાગિતા અને અંતર વિભાગીય સમન્વયન માધ્યમથી આગળ વધારવામાં આવે. વસ્તી સ્થિરીકરણના અભિયાનમાં આશા બહેનો, આંગણવાડી વર્કર, શિક્ષક, ત્રિસ્તરીય પંચાયતોના પ્રતિનિધિ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમાં ધર્મગુરુઓનો પણ સહયોગ લેવો જોઈએ. વિશ્વ વસ્તી દિવસના અવસર પર આયોજિત કાર્યક્રમથી પહેલા મુખ્યમંત્રીએ વસ્તી સ્થિરીકરણ પખવાડાની શરૂઆત કરતા જાગૃતિ રેલીને રવાના કરી. એ સિવાય તેમણે નવદંપતીને શગુન કીટ ભેટ કરી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર ટેલિકન્સલ્ટેશનના માધ્યમથી પરિવાર નિયોજન સેવાઓની ઔપચારિક શરૂઆત પણ કરી.

error: Content is protected !!
%d bloggers like this: