fbpx

આ ધારાસભ્ય બોલ્યા- રાહુલ ગાંધીને ફોર્સ ન કરો, પાર્ટીમાં બીજા લોકો પણ છે

Spread the love
thequint.com

કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષ પદની ચૂંટણી માટે પાર્ટીની અંદર તૈયારીઓએ જોર પકડ્યું છે. પાર્ટીનો એક મોટો પક્ષ રાહુલ ગાંધીને જ અધ્યક્ષ પદ પર જોવા ઈચ્છે છે, પણ રાહુલ તૈયાર નથી. આ દરમિયાન દિગ્વિજય સિંહના ભાઈ અને કોંગ્રેસ નેતા લક્ષ્મણ સિંહે કહ્યું કે, જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બનવા નથી ઈચ્છતા, તો તેમણે ફોર્સ ન કરવું જોઈએ, પાર્ટીમાં અન્ય લોકો પણ છે, તેમની તક મળવી જોઈએ.

મધ્યપ્રદેશના ચાંચૌડાથી ધારાસભ્ય અને દિગ્વિજય સિંહના નાના ભાઈ લક્ષ્મણ સિંહે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર કહ્યું કે, યાત્રા તેમને (રાહુલ) પહેલા કરી લેવી જોઈતી હતી, આમાં લોકોને આ કહેવાની તક મળી ગઈ છે કે, આ યાત્રા EDની છાપેમારી પછી જ કેમ થઇ?

‘પગપાળા ચાલવાથી ચૂંટણીઓ નહીં જીતી શકાય’

રાહુલ ગાંધી પર ટીકા કરતા લક્ષ્મણ સિંહે કહ્યું કે, ‘પગપાળા ચાલવાથી ચૂંટણીઓ નહીં જીતી શકાય. જો એવું થતે તો, ઘેટાં ચરાવતા રબાડી પ્રતિ વર્ષ 2 થી 3 હજાર કિલોમીટર પગપાળા ચાલે છે, તો તે પણ વડાપ્રધાન બની જતે. લક્ષ્મણ સિંહે કહ્યું કે, ઈલેક્શન પોલીટીક્સમાં આર્ટ ઓફ મેનેજમેન્ટ હોય છે. ચૂંટણી બૂથ સ્તર પર કામ કરીને જીતવામાં આવે છે.’

અધ્યક્ષ બનવાને લઈને શું બોલ્યા હતા રાહુલ ગાંધી?

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનવાને લઈને રાહુલ ગાંધીએ હા પણ નથી કહ્યું અને ના પણ નથી પાડી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘જ્યારે ચૂંટણી પ્રક્રિયા ખતમ થશે, ત્યારે તમને જાણ થઇ જશે કે, હું અધ્યક્ષ બની રહ્યો છું કે નહીં. જો હું અરજી ન કરું, ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો.’

ક્યારે છે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી?

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે 24 સપ્ટેમ્બરે અરજી દાખલ કરવામાં આવશે અને આ અરજીમાં એકથી વધુ ઉમેદવાર રહેશે, તો તેવી સ્થિતિમાં 17 ઓક્ટોબરે ચૂંટણી કરવામાં આવશે.

error: Content is protected !!
%d bloggers like this: