fbpx

શું ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ચૂંટણી મેદાનમાં ઉતારશે ભાજપ?

Spread the love

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને ભારતીય જનતા પાર્ટી ગુજરાત ચૂંટણીમાં ટિકિટ આપીને ચૂંટણી લડવા માટે તૈયાર કરી શકે છે. રિવાબા 2019માં ભાજપમાં શામેલ થયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી પોતાના એક હાલના ઉમેદવારને હટાવીને રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ આપી શકે છે. સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. જોકે, હજુ ફાઇનલ વાત જાણવા નથી મળી.

પાર્ટી પોતાના ઉમેદવારોની લિસ્ટ જલ્દીથી જાહેર કરી શકે છે. ગૃહ મંત્રી અમિત શાહ અને પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ મંગળવારે દિલ્હીમાં રાજ્યમાં કોર ગ્રુપ સાથે મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય યૂનિટના પ્રમુખ સીઆર પાટિલ પણ શામેલ રહ્યા હતા. આજે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક થવા જઇ રહી છે.

ત્રણ વર્ષ પહેલા ભાજપમાં શામેલ થયા બાદ રિવાબા જાડેજાએ કથિત રૂપે જામનગરથી ટિકિટ માગી હતી. આ સીટ પર ભાજપના ધર્મેન્દ્ર સિંહ જાડેજા છે. ભાજપ ગુજરાતમાં ફરીથી સત્તા મેળવવા માટે મહેનત કરી રહ્યું છે. કારણ કે, વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી બન્ને ગુજરાતથી જ છે અને બન્ને જ રાજ્યમાં સરકાર પણ ચલાવી ચૂક્યા છે.

એવામાં પાર્ટી સંગઠનમાં ઉર્જા ભરવા માગી રહી છે. આ જ કડીમાં સૂત્રોએ ન્યુઝ એજન્સીની જણાવ્યું કે, તેનો મતલબ એ હોઇ શકે છે કે, અમુક વરિષ્ઠ નેતાઓને હટાવી શકાય છે. 2017માં ભાજપને 99 સીટો પર જીત હાંસલ થઇ હતી, જ્યારે કોંગ્રેસ 77 પર જ અટકી ગઇ હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે સ્પર્ધા ત્રિકોણીય હશે.

ગયા સપ્તાહમાં ચૂંટણીનો એક સરવે જારી કરવામાં આવ્યો હતો. મીડિયાના સરવેમાં ભાજપ સરળતાથી જીતતું દેખાઇ રહ્યું હતું. લગભગ 23000 લોકોમાંથી 56 ટકાથી વધારેએ કહ્યું કે, વડાપ્રધાનની પાર્ટીને જ તેઓ વોટ આપશે. આ સિવાય ફક્ત 17 ટકાએ કોંગ્રેસને અને 20 ટકાએ આમ આદમી પાર્ટીને વોટ આપવાની યોજના બનાવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન રાઠવાએ પાર્ટીનો સાથ છોડીને ભાજપનો હાથ પકડ્યો છે. તેનાથી ભાજપ વધારે મજબૂત થઇ ગયું છે. કારણ કે, રાઠવા 10 વખત ધારાસભ્ય ચૂંટાયા છે. તેમણે કહ્યું કે, ભાજપના કામોથી તેઓ પ્રભાવિત છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાને ભરવા માટે બે ચરણોમાં મતદાન થશે. પહેલું ચરણ 1લી ડિસેમ્બર અને બીજું ચરણ 5મી ડિસેમ્બરના રોજ થશે. ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

error: Content is protected !!