fbpx

સાબરકાંઠા જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો પ્રારંભ


તલોદના મોતેસરી ગામમાં રુ. ૪.૬૮ લાખના ખર્ચે તળાવ ઉંડુ કરાશે


જળ સંચય થકી ગામડાના સમૃધ્ધિનો દ્વારા ખુલશે.
સાંસદશ્રી દિપસિંહ રાઠોડ


    

સમગ્ર રાજયમાં આજથી આરંભાયેલા સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આબરકાંઠા જિલ્લાના તલોદના મોતેસરી ગામથી સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં તથા ધારાસભ્યશ્રી, વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
 પ્રાસંગિક ઉદ્દેબોધન કરતા સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાન મંત્રીશ્રી, નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિથી જળ સંચય અભિયાનની શરુઆત કરવામાં આવી હતી જેના થકી વરસાદી વહિ જતા પાણીનું યોગ્ય સંચય થાય અને પાણીના સ્તર ઉંચા આવે તો ખેડૂત અને ગામડુ બન્ને સધ્ધર બને.
 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડતો હતો પરંતુ આ અભિયાનની પાણીની સુલભતામાં વધારો થયો છે. જળસંચયનું ઉત્તમ ઉદાહરણ જણાવતા તેમણે કહ્યૂ હતુ કે, ભૂતકાળમાં પાણીના સ્તર નીચે જવાના કારણે ઇડર તાલુકો ડાર્કઝોનમાં હતો પરંતુ જળસંચય થકી સ્તર ઉંચા આવતા ડાર્કઝોનમાંથી ઇડર તાલુકો બાહર આવ્યો છે.
 સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષ સિંચાઇ, જળસંપતિ ગ્રામ વિકાસ, પાણી પુરવઠા, વોટરશેડ અને વન વિભાગ સહિત અન્ય વિભાગો દ્વારા જળસંચયના ૪૦૯ કામો હાથ ધરાશે જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડિસીલ્ટીંગ, નહેરોની સફાઇ જળાશય ઉંડા કરવા સહિતના કામો થશે, જેથી ગ્રામ જનોની પણ જવાબદારી બને છે કે ગામમાં જળસંચયનું કામ ચાલતુ હોય તો, તે ચોક્કસાઇ પૂર્વક પૂર્ણ થાય અને સરકારના નાંણાનો દુર ઉપયોગ થતો અટકે, 

કાર્યક્રમાં ઉપસ્થિત હિંમતનગરના ધારાસભ્યશ્રી, વી.ડી.ઝાલાએ જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં વિરોધ પક્ષ દ્વારા સુજલામ-સુફલામ યોજનામાં ખેડૂતોની જમીન સંપાદન કરાતા વિરોધ કરાતો હતો પરંતુ આજે તેમના ખેતરોમાંથી નહેર પસાર થતા ખેડૂતો તમામ સિઝનમાં પાક લઇ શકે છે જેને પરીણામે આસ-પાસના વિસ્તારના કુવાઓમાં પાણીના સ્તર ઉચા આવ્યા છે. આ યોજનાથી સાબરકાંઠા જ નહિ પરંતુ આસ-પાસના જિલ્લાઓને પણ તેનો લાભ મળી રહ્યો છે. હિંમતનગર, તલોદ અને પ્રાંતિજના ખેડૂતો માટે બહુ હેતુક જલુદંરા-માધવગઢ યોજનાની વાત કરતા જણાવ્યું હતુ કે, રુ. ૨૩૪ ના કરોડના ખર્ચે તૈયાર થનાર યોજનાનું કામ પૂર્ણતાના આરે છે. જેનાથી ત્રણ તાલુકાના તળાવો ભરવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે.
ધારાસભ્યશ્રીએ ઓછા જળ સ્તર ધરાવતા ગામોનો સર્વે કરાવી જળસંચયનું મહત્તમ કામ તેવા ગામોમાં થાય ત દિશામાં કામગીરી કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
કલેકટરશ્રી હિતેષ કાંયાએ પ્રાસંગિક પ્રવયન કરતા જણાવ્યું હતુ કે, વર્ષ ૨૦૧૮થી જળ સંચય અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે છઠ્ઠા તબક્કામાં પ્રવેશ થયો છે. ચાલુ વર્ષ વિવિધ વિભાગો ૪૦૯ જેટલા જળસંચયના કામો કરાશે જેથી સિંચાઇ વયવસ્થા વધુ સુર્દઢ બનશે. તેમજ સ્થાનિક કક્ષાએ ધરગથ્થુ વપરાશ અને પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે.
જળ અભિયાન પ્રારંભના પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દિપેશ શાહ પ્રાંત અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિક શર્મા, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, સંજય પટેલ કાર્યપાલક ઇજનેરશ્રી, ડી.કે.પટેલ સહિત અમલીકરણ અધિકારીઓ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*

જિલ્લામાં ૪૦૯ જળસંચયના કામો થશે.
સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષ ૪૦૯ જળસંચયના કામો થશે જેમાં ૧૬૧ જેસીબી/હિટાચી જયારે ૪૨૨ ટ્રેકટર/ડમ્પર્નઓ ઉપયોગ થશે. જળસંચય થકી ૭,૧૨,૨૮૦૦ ધન મીટરનું માટીકામ થશે જેના થકી ૨૫૧.૭૩ લાખ ધનફૂટ પાણીનો સંગ્રહ થશે આ સમગ્ર કામગીરી માટે રુ.૧૬૯૮૫.૧૨ લાખનો ખર્ચ કરવામાં આવશે.
અગાઉના પાંચ(૫) તબક્કામાં કેટલા કામ કરાયા
વર્ષ થયેલા કામો પાણી સંગ્રહ શક્તિનો થયેલા વધારો (ધન ફુટમાં) કેટલા હેકટરને લાભ
૨૦૧૮ ૨૦૨ ૬૦૭.૧૮ ૨૪૫૫
૨૦૧૯ ૬૪૪ ૯૫૧.૭૦ ૩૮૬૫
૨૦૨૦ ૧૦૮૨ ૬૬૮.૯૦ ૫૬૮૫
૨૦૨૧ ૮૪૭ ૭૮૯.૨૦ ૪૪૩૦
૨૦૨૨ ૩૫૪ ૧૨૯.૪૫ ૩૫૫૨

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: