fbpx

હિંમતનગર ખાતે જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામા આવી

Spread the love
  • સુષ્મા સ્વરાજ એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા
  • દશ મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો ગુજરાત પ્રદેશ આયોજિત સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે હિંમતનગર ખાતે મહિલા સંમેલનમાં દશ મહિલાઓને સુષ્મા સ્વરાજ એવોર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામા આવ્યા

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો ગુજરાત પ્રદેશ આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે હિંમતનગર ખાતે ના જાગા સ્વામી હોલ ખાતે સાબરકાંઠા મહિલા મોરચા દ્વારા મહિલા સંમેલન યોજાયું હતુ.જેમા ઉત્તમ સેવાઓ ઉત્તમ કામગીરી કરનારી દશ જેટલી મહિલાઓને સુષ્મા સ્વરાજ ૨૦૨૩ નો એવોર્ડ મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા તો આપ્રસંગે પ્રદેશ મહિલા અગ્રણી અને મુખ્ય વક્તા શ્રધ્ધાબેન જહા , ગુજરાતપ્રદેશ ઉપાધ્યક્ષ કુમારી કૌશલ્યા કુંવરબા , સાબરકાંઠા જિલ્લાપ્રભારી રેખાબેન ચૌધરી , સાસંદ રાજ્ય સભાના સભ્ય રમીલાબેન બારા નગરપાલિકાના પ્રમુખ યતિનબેન મોદી , જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ , જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા , સાબરકાંઠા જિલ્લા ભાજપ ની મહિલા હોદ્દેદાર બહેનો સહિતની કાર્યકર બહેનો અને જિલ્લા ભરમાંથી મોટી સંખ્યામાં બહેનોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ની ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બહેનોને મળતા લાભો કન્યા કેળવણી નિધિ બેટી બચાવો વધાવો કાર્યકમો જનની સૂરક્ષા , મફત બસપાસ , સાઇકલ વિતરણ , કુંવરબાઈ નું મામેરું યોજના સહિત ની યોજનાઓ જાહેર જીવનમાં બહેનોનો હિસ્સો , પંચાયત થી પાર્લામેન્ટ સુધી મહિલાઓને ભાગીદારી બનાવવા નું કામ ભારતીય જનતા પાર્ટી એ કર્યું છે અનેક વિવિધ યોજનાઓની જાહેરાતો મહિલાઓને સ્વાવલંબી સશક્ત બનાવવાનુ કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે દેશમા ઉચ્ચ સ્થાને મહિલાઓ વહીવટ કરી રહી છે અને સશક્ત છે એ બધુજ મહિલાઓ માટે આનંદની વાત છે સુનીતા વિલીયમ કલ્પના ચાવલાને યાદ કરી મહિલાઓને સ્વાવલંબી અને સાહસિક હોવાનું પણ મહેમાનો અને મંચસ્થ મહેમાન દ્ગારા જણાવવામાં આવ્યુ હતુ અને આવનાર ૨૦૨૪ મા જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આદર્શ દેશ નું સંચાલન કરતા નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા જંગી મતોથી વિજયી બનાવવા માટે તમામ બહેનો જવાબદારી પૂર્વક કામ કરશે એવી આશા વ્યક્ત કરી હતી તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આમહિલા કાર્યક્રમમાં ઉત્તમ સેવાઓ વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારી મહિલાઓને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સુષ્મા સ્વરાજ ૨૦૨૩ એવોર્ડ આપી જિલ્લામાંથી દશ મહિલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ તો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન કે.પટેલ , મહામંત્રી તેમજ કાર્યક્રમ ના ઇન્ચાર્જ લીનાબેન વ્યાસના તથા મહામંત્રી કાજલબેન દોશી નેતૃત્વમાં કાર્યક્રમ સફળતાને ચાર ચાર ચાંદ લાગી ગયા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: