fbpx

“મન કી બાત” ના ૧૦૦ મા એપિસોડ માટે સાબરકાંઠા જિલ્લામાં મેગા આયોજન

Spread the love

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજરોજ “મન કી બાત” નો ૧૦૦ મો એપિસોડ પ્રસારિત થશે જેના માટે સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મેગા આયોજન કર્યું છે. પત્રકાર પરિષદમાં વિગત આપતા જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલે જણાવેલ કે દેશને જોડવાનું આ કાર્યક્રમ છે આને ભારત જોડો અભિયાન પણ કહેવાય, દેશમાં અલગ અલગ ભાષા છે છતાં રાજકારણ સાથે જોડ્યા વગર દેશને જોડવાનું માધ્યમ છે. હમણાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમ યોજાયો. “મન કી બાત” કાર્યક્રમ થકી દેશના કરોડો લોકો આ માધ્યમથી આપણા વિદેશમાં રહેતા લોકો માટે પણ ઉપયોગી સાબિત થયા છે. નવા શોધો – નવી હુન્નર હોય કે છેવાડાનો ગામડાનો વ્યક્તિ દેશ માટે પછી એ સ્વચ્છતા અભિયાન હોય કે પર્યાવરણ માટે કે અન્ય વિષયમાં કામ કરતો હોય તો તેને આ કાર્યક્રમ પ્લેટફોર્મ પૂરું પાડે છે, પછી તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોય, કોરોના કાળમાં અનેક લોકોએ કામ કર્યું હોય તેના પરિવારજનો માટે આ કાર્યક્રમ પ્રેરણા બન્યો છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દરેક ક્ષેત્રે ને આવરી લઈ નાનામાં નાની વ્યક્તિ હોય કે દેશની સુરક્ષા, વિકાસ, ઉત્પાદન માટે તથા જે લોકો તમામ ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે તેમના માટે પ્રશંસા કરે છે તેમને પ્રોત્સાહન પણ મળે છે. જે. ડી. પટેલે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2014 થી લઈને 2023 સુધી સળંગ એક પણ રજા વગર “મન કી બાત” કરી છે તેમના આ કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિની જાળવણી, ઐતિહાસિક સ્થાપત્યોનું જતન, દેશને ગૌરવ અપાવનાર વશિષ્ઠ વ્યક્તિઓનું પ્રતિભાને વડાપ્રધાને ઉજાગર કરી છે સાબરકાંઠામાં વિવિધ બુધ સિવાય, ચાર્ટર્ડ એકાઉન્ટ, ડોક્ટરો, ઉદ્યોગપતિ, વેપારી, વકીલ, મહિલા મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે. જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા જણાવેલ કે સાબરકાંઠા જિલ્લામાં 1323 બુથ તેમજ 213 શક્તિ કેન્દ્ર ઉપર કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીને પણ કાર્યક્રમની જવાબદારી આપવામાં આવી છે. આ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો “મન કી બાત” નો કાર્યક્રમ વિશ્વ કક્ષાએ રેકોર્ડ થશે જેમાં કરોડો લોકો આ કાર્યક્રમ જોઈ સાંભળી શકશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ, જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પંકજ ધુવાડ પણ હાજર રહેલ.

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: