fbpx

હિંમતનગર ના વેપારીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો આદેશ

Spread the love

હિંમતનગર ના વેપારીને વ્યાજ સહિત રકમ ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નો આદેશ

  • ૪૩૦૮૦ પાઇપો ના તથા ૯% વ્યાજ , ૩૦૦૦ માનસિક ત્રાસ , ૧૫૦૦ ખર્ચ સહિત ચુકવવા આદેશ
  • ૩૦ દિવસ માં ફરીયાદી ને ચુકવી આપવાનો હુકમ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના વેપારીને ટયૂબવેલ કોમલ પાઇપો ના રૂ। ૪૩૦૮૦ , ૯% વ્યાજ , ૩૦૦૦ માનસિક ત્રાસ , ૧૫૦૦ ખર્ચ સહિત ચુકવી આપવા સાબરકાંઠા ગ્રાહક તકરાર નિવારણ કમિશનર નો આદેશ

પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ખાતે રહેતા પટેલ સુભાષચંદ્ર બબાભાઇ દ્રારા પોતાના ખેતરમા ટયૂબવેલ કરાવેલ જેના પાઇપો તેમણે હિંમતનગર ખાતે આવેલ હરિઓમ ઈલેક્ટ્રીક કોપોરેશન ખાતેથી જીદાલ મેડ હેવી-૩૫ કોમલ તારીખ ૧૬|૧૨|૨૦૧૯ ના રોજ રૂ। ૪૩૦૮૦ મા ખરીદી કરી હતી અને ટયૂબવેલ મા પાઇપો ઉતારી હતી અને પાણી પણ આવતુ હતુ પણ ત્રણમાસબાદ પાણીના આવતા ઓછુ થતા ટયૂબવેલ નું કામના જાણકાર ધોડીવાળા આ અંગે બતાવતા તેવોએ જણાવેલ કે અંદર પાઈપો ફાટી ગઈ છે અંદર છુટી થઈ છે તેવુ જણાવ્યુ હતુ જેથી પટેલ સુભાષચંદ્ર દ્રારા વેપારીને જાણ કરી હતી તો વેપારી દ્રારા કોલમ પાઈપો બદલવાનુ તો કહેતો હતો અને અવરનવર ઉનાગુના કરતા આખરે પટેલ સુભાષચંદ્ર બબાભાઇ દ્રારા પોતાના ખેતરમાં નાખેલ ૩૫ કોલમ પાઇપ બોગસ નિકળતા ખામીવાળી કોલમ પાઇપો બદલી ના આપતા અને સંતોષ કારક જવાબ પણ ના આપતા આખરે ખેડૂત દ્રારા પ્રાંતિજ ખાતે કાર્યરત ગ્રાહક હિત સુરક્ષા મંડળ ખાતે ૮|૬|૨૦૨૧ ના રોજ ફરિયાદ કરતા મંડળ દ્રારા સામાવાળા દુકાનદાર હિંમતનગર ને ને નોટીસ આપી ખામીવાળી કોલમ પાઇપો બદલી આપવા અથવા નાણા ચુકવી આપવા જણાવેલ પરતુ સામાવાળાએ તેમન કરતા મંડળ દ્રારા એડવોકેટ એમ.એચ.સુતરીયા દ્રારા સાબરકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન હિંમતનગર ખાતે ફરિયાદ નં-૯૭/૨૦૨૧થી પુરાવાઓ સહિત ફરિયાદ દાખલ કરેલ ને ધારદાર રજૂઆતો , દલીલો કરેલ જે કમિશન ને મજુર રાખીને કમિશન ના પ્રમુખ અરવિંદભાઇ એસ.ગઢવી , સભ્યો , ર્ડો.દિનેશ પી કાપડીયા અને હેમકલાબેન શાહે આ કામના સામાવાળા હરિઓમ ઈલેક્ટ્રીક કોપોરેશન , હિંમતનગર , જયંત પાઇપ સીન્ડીકેટ , નવાપુરા-સાણંદ અને જીદાલ પાઇપ લી , જીદાલ નગર ઉત્તર પ્રદેશ ને કોલમ પાઇપો પેટે રૂ.૪૩૦૮૦ , ૯ %વ્યાજ સહિત તથા રૂપિયા-૩૦૦૦ માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ ના ૧૫૦૦ , ૩૦ દિવસ મા ફરીયાદી ને ચુંકવી આપવાનો હુકમ તા.૧૬|૫|૨૦૨૩ ના રોજ ખુલ્લા આયોગમા વાંચી સંભળાવી જાહેર કર્યો હતો

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: