fbpx

ડ્રેગનફૂટની ખેતીથી બે જ વર્ષમાં ખેડૂત લખપતિ બન્યો, 30 વર્ષ ખેતી ચાલશે!

Spread the love

ડ્રેગનફૂટની ખેતીથી બે જ વર્ષમાં ખેડૂત લખપતિ બન્યો, 30 વર્ષ ખેતી ચાલશે!
એક વખત 5 લાખનું રોકાણ, 30 વર્ષ સુધી મેળવો દર વર્ષે 8 લાખની કમાણી
હિંમતનગરમાં ડ્રેગનફૂટની ખેતીથી બે જ વર્ષમાં ખેડૂત લખપતિ બન્યો, 30 વર્ષ ખેતી ચાલશે!
ડ્રેગનફ્રૂટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે.
તો બાગાયત વિભાગ દ્વારા પોલ ખરીદવામાં સહાય પણ આપવામાં આવે છે

પરંપરાગત ખેતી છોડી કેટલાક ખેડુતો અવ નવી ખેતી કરી રહ્યા છે જેમાં બાગાયતી ખેતીમાં સારુ ઉત્પાદન અને આવક પણ વધુ મળતી હોય છે ત્યારે કરણપુર ના ખેડુતે પણ ડ્રેગનફ્રુટની ખેતી કરી લાખ્ખોની કમાણી કરી રહ્યા છે. જોઈએ એક અહેવાલ.

હિંમતનગરઃ પરંપરાગત ખેતી છોડી કેટલાક ખેડૂતો અવનવી ખેતી કરી રહ્યા છે. જેમાં બાગાયતી ખેતીમાં સારું ઉત્પાદન અને આવક પણ વધુ મળતી હોય છે ત્યારે કરણપુરના ખેડૂતે પણ ડ્રેગનફ્રૂટની ખેતી કરી લાખ્ખોની કમાણી કરી છે.આમ તો ખેડૂતો સૌથી વધુ કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીની પરંપરાગત ખેતી કરતા હોય છે પરંતુ કરણપુરના ખેડૂતે ત્રણ વર્ષ પહેલાં પ્લાનિંગ સાથે ડ્રેગનફૂટની ખેતી કરી અને આ અખતરો ખેડૂતને ફળ્યો પણ ખરોડ્રેગનફ્રૂટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તો બાગાયત વિભાગ દ્વારા પોલ ખરીદવામાં સહાય પણ આપવામાં આવે છે. આમ તો આ ખેતી નજીવી માવજતે અને ઓછા પાણીએ થતી ખેતી છે અને એટલે જ ખેડૂતો પ્લાનિંગ સાથે ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે.આ ખેડૂતો એક એકરમાં ડ્રેગનફ્રૂટનું વાવેતર ત્રણ વર્ષ પહેલાં કર્યુ હતું.

જેમાં અંદાજે 4થી 5 લાખ રૂપિયા ખર્ચ થાય છે. પરંતુ બે વર્ષમાં જ આ ખર્ચ નીકળી જાય છે. તો ખેડૂતો જાતે જ તેનું વેચાણ કરે છે અને તેની કિંમત પણ સારી મળે છે એટલે સીધું જ વેચાણ કરી આવક મેળવી રહ્યા છેઆ તો આ સુહાલ પટેલે એક એકરમાં ડ્રેગનફૂટના પોલ લગાવેલા છે જેમાં એક પોલ પર 600થી 700 રૂપિયા ખર્ચ થાય છે તો સામે પહેલાં વર્ષે 7 કિલો ડ્રેગનફૂટ ઉતર્યા હતા. તો બે વર્ષથી ફળ પણ વધી રહ્યા છે અને બે વર્ષમાં જ તમામ ખર્ચ નીકળી ગયો છે
તો આ ખેતી 25થી 30 વર્ષ ચાલે છે. જેથી તમે જ વિચારી લો કે ખેડૂતને કેટલો ફાયદો થશેઆ ત્રીજા વર્ષે 7થી 8 લાખનું ઉત્પાદન મળશે. એમ દર વર્ષે ઉત્પાદન વધતું જ રહેશે તો આ ઉપરાંત ખેડૂત આ જ ડ્રેગનફૂટમાંથી છોડ તૈયાર કરે છે તો કચરા ટપણ વેચે છે. એની આવક તો અલગ જ અને સાથે સાથે જે બગડેલો કે કોહવાઈ ગયેલો ડ્રેગનફ્રૂટ હોય તે રાજસ્થાન અને એમપીમાં વાઈન બનાવવા માટે વેચી દે છે જેની પણ આવક મળે છે જેને લઈને આસપાસના ખેડૂતો પણ અહીં મુલાકાતે આવે છે અને ખેતી અંગેની માહિતી મેળવી ખેતી કરવા પણ તૈયાર થાય છે.આમ તો ઓછા પાણીએ વધુ ઉત્પાદન અને સારી આવકને લઈ ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવી ખેતી કરવા લાગ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આ ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે અને એક જ ખર્ચમાં 30 વર્ષ ચાલનારી ખેતી કરી સારી આવક પણ મેળવી રહ્યા છે


ઉમંગરાવલ ZSTV સાબરકાંઠા

error: Content is protected !!
%d bloggers like this: