fbpx

અમદાવાદની યુવતી ઇન્સ્ટાગ્રામમાં છે ‘સ્ટાર’, આ વીડિયોએ ખ્યાતિ આપવી

Spread the love

અમદાવાદની ઇન્સ્ટાગ્રામમાં પ્રસિદ્ધિ મેળવનાર અભિનેત્રી આરતી રાજપૂતે માતા અને પુત્રીનાં હાસ્યનાં વીડિયોથી શરૂઆત કરી હતી. આજે અનેક ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમનાં માતા સાથેનાં હાસ્યનાં વીડિયો લોકો પસંદ કરી રહ્યાં છે.અમદાવાદ : સોશિયલ મીડિયા પર વ્યક્તિઓ પાસે હવે અનન્ય રીતે તેમની ઓળખ બનાવવા અને સ્થાપિત કરવાની તક મળે છે. આનાથી સોશિયલ મીડિયા સ્ટાર્સ પણ વધી ગયા છે. જેમાં અમદાવાદના ઘણા લોકોનો સમાવેશ થાય છે, જેઓ તેમના વીડિયો માટે લોકપ્રિયતા અને પ્રશંસા મેળવે છે. અમદાવાદની જાણીતી વ્યક્તિ આરતી રાજપૂત માત્ર એક સફળ સોશિયલ મીડિયા એક્ટ્રેસ નથી, પણ પોતાની બે કંપનીનું સંચાલન પણ કરે છેઆરતી રાજપૂતે કહ્યું કે, તે એક એપ પર વીડિયો બનાવતી હતી, જે આખરે બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ પોતાના જીવનમાંથી પ્રેરણા લઈને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકોએ તેના વીડિયો માટે ખૂબ પ્રશંસા કરી હતી. ખાસ કરીને તેઓ પોતાની માતા સાથે પોતાની અંગત જીવનમાં જે હાસ્ય પલ થતા હોય છે તે પલને તે વીડિયો સ્વરૂપમાં બતાવે છે અને લોકોને તે ખૂબ જ પસંદ પડે છે અને તે વિડિયો દર્શકોમાં નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે.આરતી રાજપૂત તેની બે ઓનલાઈન કંપનીઓનું સંચાલન પણ કરે છે.જેમાં સફળતાપૂર્વક જ્વેલરી અને કપડાંની બ્રાન્ડનું વેચાણ કરે છે. વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં નાની શરૂઆત કરી હતી. પરંતુ હવે તે આ બે સાહસોને વિસ્તૃત કરવાની આકાંક્ષા ધરાવે છે. આરતી તેના પરિવાર તરફથી નોંધપાત્ર ટેકો મળ્યો છે.

આરતી રાજપૂત તેના સમગ્ર જીવન દરમિયાન તેના પરિવાર તરફથી મળેલ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્વીકારે છે કે તેઓ તેમની સફળતામાં નિમિત્ત બન્યા છે.આરતી રાજપૂત સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલી છે. તેના ઘરની નજીકની શેરીઓમાં લગભગ 40 શ્વાનની દેખરેખ રાખે છે. તેમને દરરોજ બે ભોજન પૂરું પાડે છે તેમજ શ્વાનની સારવાર પણ કરાવે છે. તદુપરાંત, તે શ્વાન માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ અને તબીબી સંભાળની વ્યક્તિગત રીતે કાળજી લે છે.આરતી રાજપૂતે વધુમાં કહ્યું હતું કે, ઘણા લોકો મારા વિડિયોનો આનંદ માણે છે અને તેમના માટે ખૂબ આભારી છું. મારા કેટલાય વિડિયો વાયરલ થયા છે અને તેમને ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. હજુ પણ લોકો મારા નવા વીડિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો તમને ખૂબ જ પસંદ કરે છે.

error: Content is protected !!
%d bloggers like this: