fbpx

ભારત-પાકિસ્તાનની મેચમાં શું વરસાદ પડવાની આગાહી છે, જાણો શું કહે છે હવામાન વિભાગ

Spread the love

ભારત-પાકિસ્તાન(India Vs Pakistan)ની મેચને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે. લોકો આતુરતાથી 14 તારીખની રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ મહામુકાબલો યોજાવાનો છે. પરંતુ આ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ઝટકાસમાન સમાચાર સામે આવ્યા છે, જે મુજબ મેચના દિવસે વરસાદ વિઘ્ન બની શકે છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, 14 તારીખે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 14-15 ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

અમદાવાદ(Ahmedabad)ના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન ડ્રાય રહેવાની સંભાવના છે, પરંતુ અમદાવાદ જિલ્લામાં 14 ઓક્ટોબરે વરસાદ પડી શકે છે. આકાશમાં વાદળા છવાયેલા રહેશે. તેના બીજા દિવસે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડટી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે.

દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડીયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 14 ઓકટોબર, શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે રોમાંચક મેચ રમાવવાની છે, દેશ અને દુનિયાના ક્રિક્રટે ચાહકો આ મેચ જોવા માટે અમદાવાદમાં આવવાના છે. સ્ટેડિયમમાં 1.30 લાખ પ્રેક્ષકોની ક્ષમતા છે. ICC મેન્સ વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત આમ તો 5 ઓકટોબરે થઇ હતી, પરંતુ તે વખતે કોઇ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો, પરંતુ 14 ઓકટોબરે મેચ પહેલાં ભવ્ય સેરેમની કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરુવારે જાહેરાત કરી છે કે ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023માં 14 ઓક્ટોબરે યોજાનારી ભારત અને પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પહેલા એક સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન લિજેન્ડ સિંગર શંકર મહાદેવન સિવાય અરિજીત સિંહ અને સુખવિંદર સિંહ પરફોર્મ કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.BCCI X પ્લેટફોર્મ પર આ માહિતી આપી છે.

ભારત-પાકિસ્તાન મેચમાં ટીમ ઇન્ડિયાને ચિયર-અપ કરવા માટે અમિતાભ બચ્ચન, સાઉથના સુપર સ્ટાર રજનીકાંત, આકાશ અંબાણી, નીતા અંબાણી હાજર રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજરી આપે તેની શક્યતા છે.

ICCએ વર્લ્ડકપના બ્રાન્ડ એમ્સેડર સચિન તેડુંકલકરને બનાવ્યો છે. સચિન તેના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં હાજર રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: