fbpx

સિંગાપોરમાં મળેલું કોરોનાનું નવું વેરિયન્ટ JN.1 ભારતમાં જોવા મળ્યું

Spread the love

કેરળમાં 8 ડિસેમ્બરના રોજ કોવિડ-19ના JN.1 પેટા સ્વરૂપનો કેસ નોંધાયો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 18 નવેમ્બરે RT-PCR દ્વારા 79 વર્ષીય મહિલાના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI)ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે. કોવિડના નવા સબવેરિયન્ટ, JN.1એ અમેરિકાની ચિંતા વધારી છે.

સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં દેશમાં કોવિડ-19ના 90 ટકાથી વધુ કેસ ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરોમાં એકલતામાં જીવી રહ્યા છે. અગાઉ, સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં JN.1 ચેપ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.

તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1ના ચેપના કેસ નોંધાયા હોવા છતાં, કેસોમાં કોઈ વધારો થયો નથી. સ્ત્રોતે કહ્યું, ‘ભારતમાં JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી.’ કોવિડ-19નું પેટા સ્વરૂપ, JN.1, સૌપ્રથમ લક્ઝમબર્ગમાં ઓળખવામાં આવ્યું હતું. ઘણા દેશોમાં ફેલાયેલ આ ચેપ પિરોલો ફોર્મ (BA.2.86)થી સંબંધિત છે.

કોરોનાનું નવું સ્વરૂપ, JN.1, વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. સિંગાપોરમાં તો આ પ્રકારના વાયરસને કારણે, લોકોને ફરીથી માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, સિંગાપોરમાં એક સપ્તાહની અંદર કોરોના ચેપના કેસોમાં 75 ટકાનો વધારો થયો છે. આ ચેપના મોટાભાગના કેસો JN.1 વેરિઅન્ટના છે, જે BA.2.86ની સબલીનિએજ (ઉપવંશ)છે.

કોવિડ-19નું નવું સબવેરિયન્ટ JN.1એ ના વધતા જતા કેસોએ કેરળની આરોગ્ય સેવા અંગે ચિંતા વધારી છે. આ ભારતના જિનોમ સર્વેલન્સ પ્રયાસોને ચકમો આપીને તેણે પ્રથમ વખત રાજ્યમાં પોતાની એન્ટ્રી પાડી છે. ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, આ નવા પ્રકારનો વાયરસ, રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં વધારો કરી શકે છે.

તેના લક્ષણો આ પ્રમાણે છે: તાવ, સતત ઉધરસ, જલ્દી થાકી જવું, નાક બંધ કે શરદીને કારણે જામ થઇ જવું, નાકમાંથી પાણી પડવું, ઝાડા થઇ જવા, માથાનો દુખાવો થવો.

કેરળમાં સૌથી વધુ 768 નવા દર્દીઓ મળી આવતા ભારતમાં સક્રિય કેસોની સંખ્યા 938 પર પહોંચી ગઈ છે. આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ યુરોપમાં ઓગસ્ટ 2023માં જોવા મળ્યું હતું. નવા વેરિઅન્ટનો પહેલો કેસ લક્ઝમબર્ગમાં નોંધાયો હતો, ત્યારબાદ તે ઈંગ્લેન્ડ, આઈસલેન્ડ, ફ્રાન્સ થઈને અમેરિકા પહોંચ્યો હતો અને હવે ભારતમાં તેના કેસ જોવા મળ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ JN.1 વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે, કારણ કે રસીની પણ તેના પર કોઈ અસર થતી નથી.

error: Content is protected !!
%d bloggers like this: