fbpx

કોવિડના કેસો આવતા હવે આ રાજ્યએ જાહેર કરી એડવાઇઝરી, માસ્ક પહેરવાની પણ સલાહ

Spread the love

દેશમાં ફરી એક વખત કોરોનાએ ગતિ પકડી લીધી છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસો સાથે પોતાની ગંભીરતા દેખાડી દીધી છે. તેની સાથે જ ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના કારણે 5 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN-1ની કેરળમાં દસ્તક સાથે જ દેશના બધા રાજ્યોએ પોતાને ત્યાં સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષા વધારી દીધી છે. કેરળમાં કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ સામે આવ્યો છે. તેનાથી બોધ લેતા કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે રાજ્યના બધા વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. દેશમાં કોરોના પરત ફરી રહ્યો છે. શિયાળા સાથે સાથે કોરોનાની જોરદાર વાપસીએ કેન્દ્ર સરકારના કાન ઊભા કરી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પોતાના હેલ્થ બુલેટિનમાં કહ્યું કે રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં એક અને કેરળમાં 4 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસ 1,700 કરતા વધુ થઈ ગયા છે. કેરળમાં કોરોનાનોસૌથી નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જેણે પહેલા સિંગાપુર અને પછી અમેરિકા અને ચીનમાં કેસોની કોકાફી વધારી દીધી છે.

પાડોશી રાજ્યમાં કોરોનાના વધતા કેસોને જોતા કર્ણાટક સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડૂ રાવે સોમવારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો કે, કર્ણાટકના કોડાગુમાં પત્રકારો સાથે વાત કરતા સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ સાવધાની જરૂરી છે. અમે કાલે એક બેઠક કરી, જ્યાં અમે ચર્ચા કરી કે શું પગલા ઉઠાવવા જોઈએ.

તેમણે કહ્યું કે, અમે જલદી જ એક એડવાઇઝરી જાહેર કરીશું. હાલમાં જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે અને જેમને હાર્ટની સમસ્યા છે કે અન્ય ગંભીર બીમારીઓ છે તેમણે માસ્ક પહેરવું જોઈએ. અમે સરકારી હૉસ્પિટલોને તૈયાર રહેવા કહ્યું છે. કેરળ સાથે બોર્ડર શેર કરતા ક્ષેત્રોએ વધુ સાવધાન રહેવું જોઈએ. મેંગલોર,ચમનજનગર અને કોડાગુએ સાવધાન રહેવું જોઈએ. ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે, તેમણે અનિવાર્ય રૂપે ટેસ્ટિંગ કરાવવું પડશે.

error: Content is protected !!
%d bloggers like this: