fbpx

મહિલાએ 17 વાર પ્રગ્નેન્સીનો ડોળ કરી સરકાર સાથે છેતરપિંડી કરી,આખરે સત્ય બહારઆવ્યુ

Spread the love

એક મહિલાએ 17 વખત ગર્ભવતી હોવાનો ડોળ કરીને કૌભાંડ આચર્યું હતું. તે કપડાની નીચે ઓશીકું રાખીને ફરતી હતી. હવે તેને જેલ થઇ છે. તેણે 98 લાખની છેતરપિંડી કરી છે. આ રકમ સરકાર દ્વારા બાળકોને આર્થિક સહાય તરીકે આપવામાં આવતી હતી. મહિલાની ઓળખ 50 વર્ષીય બારબરા આયોલે તરીકે થઈ છે. તે નકલી પ્રેગ્નેન્સીને કારણે સરકારી નાણાકીય સહાયનો લાભ લેતી હતી, એટલું જ નહીં, તે વારંવાર ઓફિસમાંથી લાંબી રજાઓ પણ લેતી હતી. તે વર્ષ 2000થી આવું નાટક કરી રહી છે. એટલે કે, મહિલા 24 વર્ષથી આવું કરી રહી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જ્યારે બારબરાને આ વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે માત્ર 5 પ્રેગ્નન્સી સફળ રહી હતી અને 12 મિસકેરેજ થઈ હતી. તેણે કહ્યું કે તે છેલ્લે ગયા વર્ષે ડિસેમ્બરમાં ગર્ભવતી બની હતી. તેણે જણાવ્યું કે, તેને બેનેડેટા, એન્જેલિકા, અબ્રામો, લેટીઝિયા અને ઈસ્માઈલ નામના પાંચ બાળકો છે, પરંતુ મહિલા પાસે તેના બાળકોના જન્મ સંબંધિત કોઈ રેકોર્ડ નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમને શંકા છે કે બારબરા ક્યારેય ગર્ભવતી નથી થઈ અને હંમેશા ડોળ કરતી રહે છે. પોલીસે કહ્યું કે તે ખોટું બોલી રહી છે. આ સમગ્ર 9 મહિના દરમિયાન પોલીસની નજર તેના પર હતી. ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, છેતરપિંડી કરવા માટે બનાવટી દસ્તાવેજો સાથે ઇટાલિયન રાજધાનીના ક્લિનિકમાંથી જન્મ પ્રમાણપત્રોની ચોરી કરવામાં આવી હતી. બારબરા પર આરોપ છે કે, તેણે તેના ટોપમાં ઓશીકું મૂક્યું, જેથી લોકોને લાગે કે તે ગર્ભવતી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મહિલાએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કથિત રીતે તેના નાના બાળકને જન્મ આપ્યો હતો, ત્યારપછી પોલીસ મહિલા પર નજર રાખી રહી હતી. પોલીસ પાસે પુરાવા હોવા છતાં તેણે પોતાનો ગુનો નકારવાનું ચાલુ રાખ્યું હતું. પોલીસે મહિલા પર 110,000 યુરોનો ફાયદો ઉઠાવવા અને કામ પરથી રજા મેળવવા માટે 17 વખત ગર્ભવતી હોવાનો ડોળ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેના 55 વર્ષીય પાર્ટનર ડેવિડ પિઝિનાટોએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તે સારી રીતે જાણે છે કે, બારબરા ખરેખર ક્યારેય ગર્ભવતી બની નથી. જો કે આ છેતરપિંડીના કેસમાં ડેવિડની પણ સંડોવણી હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં પોલીસ તેની ફરીથી પૂછપરછ કરી શકે છે. તેને ઓછા સમય માટે જેલમાં રાખવાને બદલે તેની પાસેથી વધુ વાતો બહાર કઢાવવામાં આવશે. તે કહે છે, ‘તે (બનાવટી) પ્રમાણપત્રો બનાવતી હતી અને તેને સ્થાનિક આરોગ્ય સત્તાધિકારી પાસે લઈ જતી હતી.’ બારબરાને દોઢ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

તે કોર્ટમાં હાજર થઇ ન હતી. જો કે, તેમના વકીલે સુનાવણી દરમિયાન બે પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયત ખરાબ રહેતી હોય છે.

error: Content is protected !!
%d bloggers like this: