fbpx

પ્રાંતિજ માં ટ્રાફિક ની સમસ્યા જવાબદાર તંત્ર ગૌર નિદ્રામાં  

Spread the love

પ્રાંતિજ માં ટ્રાફિક ની સમસ્યા જવાબદાર તંત્ર ગૌર નિદ્રામાં  
– વેપારીઓ લારીઓ વાળા વાહનચાલકો આડેધડ વાહનો ઉભા કરી દેતાં ટ્રાફિક વકર્યો
– કાર તો શું સાઈકલ લઈ ને નિકળવું પણ મુશ્કેલ  
– દુકાન માલિકો રોડ સુધી લાંબા થતાં રસ્તો સાંકળો થયો
– લગ્ન સિઝનમાંજ ટ્રાફિક વાહન ચાલકો રોજીદી અવર જવર કરતા રહીશો પરેશાન
             


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે ધટવા ને બદલે વધારો થતાં પહેલાં આખાં ટ્રક જતાં હતાં ને  હવે તંત્ર ની મહેરબાની થી  રીક્ષા નિકળવી પણ મુશ્કેલ બન્યું છે તો જવાબદાર તંત્ર હાલ તો ગૌરનિદ્રા માં હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ આવે છે


     
પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ થી હનુમાન મંદિર  બજારચોક તથા ભાંખરીયા થી સિનીમા રોડ ઉપર ટ્રાફિક ની પારાવાર ટ્રાફિક ની સમસ્યાએ માંજા મુકી છે તો પ્રાંતિજ ભાખરીયા પાસે અવાર- નવાર ટ્રાફિક ની સમસ્યા ને લઇને ટ્રાફિક જામ થતાં વારે ધડીએ ટ્રાફિક માં ફસાયેલ લોકો તોબી તોબા પોકારી ઉઠેછે તો જેની જવાબદારી છે નઠોર તંત્ર હાલતો ઉનાળા ની ગરમી માં ગોર નિદ્રા માણી રહ્યું છે તો ભાખરીયા બસસ્ટેન્ડ થી સિનીમા રોડ તરફ જવાના માર્ગ ઉપર ખાનગી વાહન ચાલકો પોતાના વાહનનો લઈને રસ્તામાં મુસાફરો ની રાહ જોતા રસ્તામાં ઉભા કરી દેતાં ટ્રાફિક જામ થાય છે તો બીજીબાજુ વેપારીઓ પોતાની દુકાન આગળ બે પૈસા ની લ્હાય માં પાથરણા વાળાકે લારીઓ વાળાને આગળ જગ્યા આપે છે બીજી બાજુ બજાર વિસ્તાર મા પાર્કિંગ ની સુવિધા ના હોય વેપારીઓ પોતાનુ બાઇક કે એકટીવા દુકાન આગળ પાર્ક કરે છે અને ગ્રાહકો પણ બજારમા પાર્કિંગ ના હોય દુકાન આગળ રસ્તામાંજ જેમ તેમ પાર્કિંગ કરી દુકાન મા ખરીદી કરવા જતા અવરનવર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય છે જયારે હાલ લગ્ન સિઝન પુર બહાર ખીલી હોય ગામડાઓના લોકો બજારમા ખરીદી કરવા આવતા હોય છે પણ આડેધડ પાર્કિંગ તથા ટ્રાફિક ની સમસ્યાને લઈ ને ખરીદી કરવા આવતા ગ્રાહકો મા પણ ટ્રાફિક ની સમસ્યાઓને લઈ ને નિસાશા નાખે છે તો કેટલાક વેપારીઓતો ગ્રાહકોનેે આકર્ષવા માટે બંધો માલ રોડ ઉપર લાવી દે છે અને રાત્ર પડે અંદર મુકે છે તો લારીઓ વાળા પણ આડેધડ ઉભા થતાં બજાર સુધી જવું મુશ્કેલ બની જાય છે તો પ્રાંતિજ માં ટ્રાફિક ના નિયમો નું ઉલ્લંધન જોવા મળે છે તો બજારમાં રહેણાક વિસ્તારમાં રહેતાં લોકો ને પોતાની કાર કે અન્ય માલસામાન માટે વાહન ધર તરફ લઈ જવું હોયતો મુશ્કેલ બન્યું છે તો ટ્રાફિક એટલો બંધો વકર્યો છેકે ધણી વાર તો  કાર તો શું  પણ સાઇકલ લઇને જવું હોયતો પણ મુશ્કેલ બન્યું છે ત્યારે જવાબદાર તંત્ર સફાળે જાગે તેવી લોકમુખે ચર્ચાઇ રહ્યું છે

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: