fbpx

પ્રાંતિજ ના રાસલોડ ખાતે આવેલ શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર માં હનુમાન જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી  

Spread the love

પ્રાંતિજ ના રાસલોડ ખાતે આવેલ શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર માં હનુમાન જયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી  
– હનુમાન ભક્તોએ હનુમાન મંદિરે જઇ દાદા ના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી
– હવન , હનુમાન ચાલીસા , લઘુરૂદ્ર સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં  
– મંદિર વ્યવસ્થાપક રઈશભાઇ કસ્બાતી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું  
           


   સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકામાં આવેલ હનુમાન મંદિરોમા હનુમાન જયંતિ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી તો રાસલોડ ખાતે આવેલ શ્રી  કષ્ટ ભંજન હનુમાનજી મંદિર ખાતે પણ ભકતોનુ ધોડા પુર જોવા મળ્યું હતું  .

પ્રાંતિજ ના રાસલોડ ખાતે આવેલ શ્રી કષ્ટ ભંજન હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતિ ની દર વરસ ની જેમ આ વર્ષ પણ ઉજવણી કરવામાં આવી હતી તો મંદિર સંકુલ સહિત રંગબેરંગી લાઈટો થી રોશની કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન મંદિર સંકુલ માં હવન , રામધૂન , હનુમાનચાલીસા , લઘુરૂદ્ર  , સુંદર કાર્ડ જેવા કાર્યક્રમો યોજાયા હતાં તો પ્રાંતિજ સહિત તાલુકામાંથી હજારો ની સંખ્યા માં હનુમાન ભક્તો એ દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી  તો અહીં  મહેસાણા  , ગાંધીનગર  ,અમદાવાદ  , મુંબઈ  ,બરોડા  સહિત દુર દુર થી હનુમાન ભકતો દર વર્ષે વરસમાં  એકવાર તો આવે છે તો મંદિર વ્યવસ્થાપક રઈશભાઇ કસ્બાતી હનુમાન ભક્તોને દર્શન સહેલાઇથી થાય તે માટે મંદિર માં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો દિવસ દરમ્યાન હજારો ભક્તોએ દાદા ના દર્શન કરી પ્રસાદ સ્વરુપે ભોજન લઈ ને ધન્યતા અનુભવી હતી  તો પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે પણ વહેલી સવાર થી જ હનુમાન ભકતો ની ભીડ જામી હતી તો મંદિર ખાતે હવન સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં તો બજાર ચોક દેસાઇ ની પોળ ખાતે આવેલ હઠીલા હનુમાન મંદિર ખાતે પણ હવન સહિત ના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા

જીલ રાવલ ZSTV પ્રાંતિજ.

error: Content is protected !!
%d bloggers like this: