fbpx

કપિલના નેટફ્લિક્સ શોની ‘ખરાબ હાલત’ને રોહિત, દિલજીત અને વિકી પણ બચાવી શક્યા નહીં

Spread the love

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો 30 માર્ચના રોજ Netflix પર શરૂ થયો હતો. કપિલ શર્મા, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, અર્ચના પુરણ સિંહ અને રાજીવ ઠાકુર જેવા કલાકારો આ શોનો ભાગ છે. કપિલ અને સુનીલ વર્ષો પછી સાથે આવ્યા અને ખૂબ જ ઉત્સાહથી શોને પ્રમોટ કર્યો. જેના કારણે આશા હતી કે, આ શોને ઘણો પસંદ કરવામાં આવશે. પરંતુ, શોમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને દિલજીત દોસાંઝ જેવી હસ્તીઓની હાજરી પછી પણ શોના દર્શકોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક મહિનામાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના ચાર એપિસોડ આવ્યા છે. પરંતુ, નેટફ્લિક્સના આંકડાઓ અનુસાર, શોના દર્શકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

શોના પહેલા એપિસોડમાં રણબીર, તેની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર ગેસ્ટ તરીકે આવ્યા હતા. નેટફ્લિક્સની ગ્લોબલ ટોપ 10ની યાદી અનુસાર, આ એપિસોડ 2.4 મિલિયન કલાક જોવાયો હતો. જેમના વ્યુઝ એક અઠવાડિયામાં માત્ર 2.5 મિલિયન (25 લાખ) હતા. અને એપિસોડ ત્રીજા નંબરે આવ્યો.

બીજો એપિસોડ 6 એપ્રિલે રિલીઝ થયો હતો. જેમાં ક્રિકેટર રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે ભાગ લીધો હતો. બે અઠવાડિયા પછી શોને અંદાજે 46 લાખ કલાક જોવામાં આવ્યો. પરંતુ, બંને એપિસોડના કુલ વ્યૂઝ માત્ર 26 લાખ જ રહ્યા. મતલબ કે પ્રથમ અને બીજા એપિસોડને મળીને બીજા સપ્તાહમાં માત્ર 2 લાખ વ્યૂઝ મળ્યા છે. જેના કારણે શો પાંચમા સ્થાને સરકી ગયો. તેમજ ત્રીજા સપ્તાહ આવતા સુધીમાં આ શો સાતમા નંબરે પહોંચી ગયો હતો. આ સપ્તાહમાં આ શોને માત્ર 41 લાખ કલાક જ જોવામાં આવ્યો હતો અને શોના વ્યૂઝ ઘટીને 17 લાખ થઈ ગયા હતા.

જો શોના ત્રીજા એપિસોડની વાત કરીએ તો દિલજીત દોસાંઝ ‘ચમકિલા’ના પ્રમોશન માટે આવ્યો હતો. પરંતુ આ પછી, ત્રીજા અઠવાડિયાના અંતે, શોની સાપ્તાહિક વ્યુઅરશિપ ઘટીને 39 લાખ કલાક થઈ ગઈ, જે પહેલા કરતા ઘણી ઓછી છે અને આ પછી શો 8મા નંબરે સરકી ગયો. એક સપ્તાહમાં શોના વ્યુઝ માત્ર 1.2 મિલિયન (12 લાખ) રહ્યા.

અહીં તમને જણાવી દઈએ કે, ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ પહેલા અઠવાડિયે સારું પ્રદર્શન કરી રહ્યો હતો, પરંતુ ધીમે-ધીમે શોના વ્યૂઝમાં ઘટાડો જોવા મળ્યો. આનાથી સ્પષ્ટ છે કે રણબીર કપૂર, વિકી કૌશલ અને દિલજીત જેવા સ્ટાર્સ પણ આ શોને બચાવી શક્યા નથી.

Netflix માટે કપિલનો આ પહેલો પ્રોજેક્ટ નથી. 2022માં, તેણે સ્ટેન્ડ-અપ કોમેડી શરૂ કરી. જેનું નામ હતું ‘કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન યેટ’. આ શોને નેટફ્લિક્સ પર પણ સારો પ્રતિસાદ મળ્યો નથી અને તે નેટફ્લિક્સનાં ટોપ ટેનમાં પણ સ્થાન મેળવી શક્યું નથી. વેલ, આ અઠવાડિયે કપિલ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં અભિનેતા આમિર ખાનને હોસ્ટ કરશે. એપિસોડનું ટ્રેલર મંગળવારે YouTube પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ ટ્રેલરને 1.2 મિલિયન (12 લાખ) વખત જોવામાં આવ્યું છે.

error: Content is protected !!
%d bloggers like this: