fbpx

નવસારી બેઠક બની ત્યારથી સી.આર.પાટીલ જ જીતતા આવ્યા છે

Spread the love

વર્ષ 2009માં નવસારી લોકસભા બેઠક બની ત્યારથી ભાજપના સી આર પાટીલ સતત આ બેઠક જીતતા આવ્યા છે. વર્ષ 2019માં તો તેમણે ઐતિહાસિક લીડ મેળવીને દેશમાં સૌથી વધારે લીડ મેળવનારા સાંસદનો રેકોર્ડ બનાવ્યો હતો. ભાજપે તેમને ચોથી વખત રિપીટ કર્યા છે. તો કોંગ્રેસે છેલ્લી ઘડીએ નૈષદ દેસાઇને મેદાનમાં ઉતારેલા.

નવસારી બેઠકમાં ઘણા ખરો હિસ્સો સુરતનો પણ આવે છે. કુલ 7 વિધાનસભા તેમાં આવે છે. લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ સાતેય બેઠકો પર જીત્યું હતું.

નવસારી બેઠક પર કુલ 22.13 લાખ મતદારો છે અને તેમાં પરપ્રાંતીય મતદારોની સંખ્યા 12 લાખ જેટલી છે. એ સિવાય કોળી પટેલ 3 લાખ, મુસ્લિમ 1.50 લાખ, પાટીદાર 1.50 લાખ, બ્રાહ્મણ 70,000 અને અન્ય 930000 મતદારો છે.

error: Content is protected !!
%d bloggers like this: