fbpx

ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટોઝ, કલાકમાં લાખ ઉપર લાઈક્સ

Spread the love

બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તે અવારનવાર પોતાના હોટ ફોટો અને વીડિયોથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે. આ દરમિયાન ઉર્વશીએ તાજેતરમાં જ પોતાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં ગણતરીના કલાકમાં જ લાખો લાઇક્સ આવી ગઈ હતી અને આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા.

આ સિવાય ઉર્વશીનો એક વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં ઉર્વશી રૌતેલા બાથરૂમમાં શાવર લેતી જોવા મળે છે. કેમેરા સામે તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના હોશ ઉડી જાય છે. ખરેખર, આ વીડિયો ઉર્વશી રૌતેલાની ફિલ્મ ‘સનમ રે’નો એક સીન છે, જેમાં તેણે બોલ્ડ સીન આપીને હંગામો મચાવ્યો હતો. આ વીડિયો ઉર્વશી રૌતેલાના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

ખબર છે કે ઉર્વશી રૌતેલા ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી છે અને તેના પિતા મોટા બિઝનેસમેન છે. તેણે ખૂબ જ નાની ઉંમરથી મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. ઉર્વશી રૌતેલાએ 15 વર્ષની ઉંમરે વર્ષ 2009માં ‘મિસ ટીન ઈન્ડિયા’નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તે ‘મિસ ઈન્ડિયા પ્રિન્સેસ’, ‘મિસ ટૂરિઝમ વર્લ્ડ’, ‘મિસ ઈન્ડિયા સુપરમોડલ’ જેવા ખિતાબ જીતી ચૂકી છે.

https://www.instagram.com/p/CYOt-rSljQc/?utm_source=ig_embed&utm_campaign=invalid&ig_rid=87ffa671-dba0-4c32-b52b-ef27b8fdafeb

ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ‘સિંઘ સાહેબ ધ ગ્રેટ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સની દેઓલ સાથે જોવા મળી હતી. ફિલ્મમાં ઉર્વશીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું. આ સિવાય તેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે, જેમાં ‘લવ ડોઝ’, ‘લાલ દુપટ્ટા’, ‘બિજલી કી તાર’, ‘એક લડકી ભીગી ભાગી સી’, ‘ડોબ ગયે’ અને ‘વો ચાંદ કહાં સે લોગી’ સામેલ છે. ચર્ચા છે કે ઉર્વશી રૌતેલા જલ્દી જ ફિલ્મ ‘બ્લેક રોઝ’માં જોવા મળશે.

error: Content is protected !!
%d bloggers like this: