fbpx

AAPના મંત્રી રાઘવ ચઢ્ઢા ક્યા છે? સૌરભ ભારદ્વાજે આપ્યો આ જવાબ

Spread the love

લોકસભા 2024ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે ત્યારે AAPના મંત્રી ન તો પ્રચારમાં દેખાઇ છે કે કેજરીવાલની મુલાકાત કરતા દેખાયા છે. તેમની ગેરહાજરીના કારણે સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચા શરૂ થઇ હતી. હવે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, રાઘવ ચઢ્ઢા ક્યાં છે?

લોકસભા જેવી મહત્ત્વની ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને પ્રચારમાં રાઘવ ચઢ્ઢાની હાજરીની જરૂર હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કરી અને જેલમાં ગયા ત્યારે પણ રાઘવની હાજરીની જરૂર હતી, પરંતુ રાઘવ ચઢ્ઢા ક્યાં ગાયબ થઇ ગયા તે વિશે કોઇને ભનક નહોતી. લોકોમાં એવી અફવા ફેલાઇ હતી કે રાઘવ ચઢ્ઢા પણ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. ઘણા દિવસો સુધી કોઇ ચોખવટ સામે ન આવી તો લોકોએ અફવાની વાત સાચી માની લીધી હતી. પરંતુ હવે સૌરભ ભારદ્વાજે ચોખવટ કરી છે.

આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, રાઘવ તેમની આંખના ઓપરેશન માટે UK ગયા છે. તેમણે કહ્યું કે મને કહેવામાં આવ્યું છે કે, જો સમયસર સારવાર કરવામાં નહીં આવતે તો રાઘવે આંખની રોશની ગુમાવવાનો વારો આવી શકતે. ભારદ્રાજે કહ્યું કે, તેમના જલ્દી સ્વસ્થ થવાની હું કામના કરુ છું. સ્વસ્થ થયા પછી રાઘવ ભારત આવશે અને પ્રચાર કાર્યમાં જોડાશે.

જાણવા મળેલી માહિતી મુજબ રાઘવ ચઢ્ઢા આંના રેટિનલ ડિચેટમેન્ટને રોકવા માટે વિટ્રેકટોમી સર્જરી કરાવવા માટે માર્ચ મહિનાથી લંડન ગયા છે. રેટિનલ ડિચટમેન્ટ એ એવી સ્થિતિ છે જ્યાં આખની પાછળની નાજુક પેશી તેની સામાન્ય સ્થિતિથી અલગ થઇ જાય છે. જેના લીધે આંખની રોશની ગુમાવવાનો પણ વખત આવી શકે છે. અંધત્વ આવી શકે.

રાઘવ ચઢ્ઢાની ગયા મહિને બ્રિટનની મુલાકાત વિવાદમાં ઘેરાઈ હતી જ્યારે તે બ્રિટિશ લેબર સાંસદ પ્રીત કે ગિલને મળ્યા હતા, જેઓ સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન અલગતાવાદ અને ભારત વિરોધી ભાવનાઓની હિમાયત માટે જાણીતા છે. તેમના ભાજપમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી હતી પરંતુ અત્યારે તે માત્ર અફવા છે. રાઘવ ચઢ્ઢા તેની પત્ની અને અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે ગયા હતા. પત્ની પરિણીતી પરત આવી હતી, પરંતુ રાઘવ સારવાર માટે ત્યાં જ રોકાઇ ગયા છે.

error: Content is protected !!
%d bloggers like this: