fbpx

Yes બેંકના શેર વેચવાની રોકાણકારોને આ બ્રોકરેજ હાઉસે કેમ સલાહ આપી?

Spread the love

ICICI બેંકે રોકાણકારને Yes બેંકના શેરો વેચી દેવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે 20 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. મતલબ કે વર્તમાન ભાવથી 23 ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ પરિણામો જાહેર કર્યા પછી, ICICi સિક્યોરિટીઝે યસ બેંક સંબંધિત તેની રોકાણ સલાહ જારી કરી છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર, યસ બેંકના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે. બેંકની બેલેન્સ શીટ મજબૂત બની છે અને લોન ગ્રોથ પણ સારો રહ્યો છે. જો કે, ICICI સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, બેંકનું મૂલ્યાંકન કંઈક અંશે ઊંચા સ્તરે રહે છે. આ મૂલ્યાંકનને ધ્યાનમાં રાખીને, ICICI સિક્યોરિટીઝે યસ બેંક પર વેચાણની સલાહ જારી કરી છે.

યસ બેંકે ગયા અઠવાડિયે જ તેના માર્ચ મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. બેંક દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, ગયા વર્ષની સરખામણીમાં બેંકના નફામાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને નફાનો આંકડો વાર્ષિક ધોરણે 123 ટકા વધ્યો છે. આ સાથે, બેંકની ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે 2 ટકાથી વધુ વધી છે.

માર્ચના ત્રિમાસિક ગાળામાં બેન્કની જોગવાઈઓ પાછલા વર્ષ અને અગાઉના બંને ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ઘટી છે. જ્યારે ડિસેમ્બર ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ગ્રોસ NPA અને નેટ NPA બંનેમાં સુધારો થયો છે. શેરમાં એક વર્ષમાં 67 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનામાં 12 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2024માં અત્યાર સુધીમાં સ્ટોકમાં 22 ટકાનો વધારો થયો છે. જો કે મંગળવારના ટ્રેડિંગમાં શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. Yes બેંકના શેરનો ભાવ 26.15 રૂપિયા પર બંધ રહ્યો છે. છેલ્લાં 52 સપ્તાહની વધઘટ જોઇએ તો ઉંચામાં 32.85 સુધી ભાવ ગયો છે અને નીચામાં 15.50 રૂપિયા ભાવ ગયો હતો.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે,શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

error: Content is protected !!
%d bloggers like this: