fbpx

યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ તમામ અફવાઓ પર મૌન તોડ્યું, પત્ની વિશે પણ વાત જણાવી

Spread the love

જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી અવારનવાર સમાચારોમાં રહે છે અને તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે પોતાના વીડિયોને બદલે અફવાને કારણે ચર્ચામાં હતો. આ અફવામાં કહેવામાં આવ્યું હતું કે તે પાકિસ્તાની નાગરિક છે અને તેનું અસલી નામ બદરુદ્દીન રાશિદ છે. આવી જ એક ટ્વીટ શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે આ લોકો મારા વીડિયોનો જવાબ આપી શકતા નથી તેથી તેઓ આવી અફવાઓ ફેલાવે છે. આ ફેક ન્યૂઝ છે. વાયરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ધ્રુવ રાઠીની પત્ની પણ પાકિસ્તાની છે અને તેનું નામ ઝુલેખા છે. બંને ડોન દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે અને પાકિસ્તાન તેમને સુરક્ષા આપી રહ્યું છે.

હવે ધ્રુવ રાઠીએ પોતે આ અંગે પોસ્ટ કરીને આવા ખોટા પ્રચાર પર પ્રહારો કર્યા છે. જોકે, તેણે પત્નીનો પરિચય આપ્યો ન હતો, માત્ર એટલું બતાવ્યું કે તેની પત્ની જર્મનીની નાગરિક છે. ચાલો જાણીએ કોણ છે ધ્રુવ રાઠીની પત્ની અને બંને ક્યાં મળ્યા અને પછી કેવી રીતે થયા લગ્ન થયા.

ધ્રુવ રાઠીની પત્નીનું નામ જુલી રાઠી છે. જુલીનો જન્મ જર્મનીમાં થયો હતો અને તે ત્યાંની નાગરિક છે. જુલીની પ્રોફાઈલ પ્રમાણે તે મેડિકલ પ્રોફેશનમાં છે. જો કે, તેણે તેની પ્રેક્ટિસ ક્યાં ચાલી રહી છે તેની માહિતી શેર કરી નથી. જુલી વારંવાર  વ્લોગ પણ બનાવે છે અને તેના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા સારી છે.

રિપોર્ટ્સ મુજબ, ધ્રુવ રાઠી અને જુલીને 2014માં પહેલાવાર મુલાકાત થઇ હતી અને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો. આ સમય દરમિયાન ધ્રુવ રાઠીએ તેની યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી. 5 વર્ષની ડેટિંગ બાદ ધ્રુવ રાઠીએ 2019માં વેલેન્ટાઈન ડેના અવસર પર જુલીને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંનેએ નવેમ્બર 2021માં લગ્ન કરી લીધા. ધ્રુવ અને જુલીના લગ્ન 24 નવેમ્બરે ઓસ્ટ્રિયાના વિયેનામાં થયા હતા.

આ પછી બંનેએ રાજસ્થાનમાં પણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. ધ્રુવ રાઠી પોતે હરિયાણાનો રહેવાસી છે અને ઘણા સમયથી જર્મનીમાં છે. તે ઘણા વર્ષોથી જર્મનીમાં રહેતો હોવા છતાં પણ તે ભારતનો નાગરિક છે. ધ્રુવ રાઠી છેલ્લા કેટલાક સમયથી ટીકાકારોના નિશાના પર છે. ધ્રુવ રાઠીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને મોટું કૌભાંડ ગણાવતો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયોના કારણે તે ચર્ચામાં આવ્યો હતો. આ સિવાય તેના તમામ વીડિયોને લાખો વ્યૂઝ મળતા રહે છે.

error: Content is protected !!
%d bloggers like this: