fbpx

ગોદરેજના 127 વર્ષ જૂના 2.34 લાખ કરોડના ફેમિલી બિઝનેસના ભાગલા પડી ગયા

Spread the love

ભારતની આઝાદી પહેલાંના ફેમિલી બિઝનેસની વાત આવે તો ગોદરેજનું નામ પણ આવે. 127 વર્ષ જૂના ગુજરાતી પારસી આ ફેમિલી બિઝનેસના હવે ભાગલાં પડી ગયા છે. 2.34 લાખ કરોડની મિલ્કત પિતરાઇ ભાઇઓ અને બહેન વચ્ચે સ્પિલટ કરી દેવામાં આવી છે.

ગોદરેજ ગ્રુપના ચેરમેન અત્યારે આદી ગોદરેજ છે અને તેમના ભાઇ નાદીર ગોદરેજ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રોવેટના અધ્યક્ષ છે. જ્યારે પિતરાઇ ભાઇ જમશેદ અને જમશેદની બહેન સ્મિતા ગોદરેજ બાયસ કંપની સંભાળી રહ્યા છે અને વિક્રોલીમાં ઘણી સંપત્તિ ધરાવે છે. ગોદરેજ કંપનીના 5 શેરો શેરબજારમાં લિસ્ટેડ છે.

હવે જે ભાગલા પડ્યા શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝયૂમર, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફ સાયન્સ. આ બધી 5 કંપનીઓની જવાબદારી અદી ગોદરેજ અને નાદીર ગોદરેજના ભાગે આવી છે. જ્યારે જમશેદ અને સ્મિતાના ભાગે નોન લિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બાયસ આવી છે અને મુંબઇમાં ગોદરેજની એક મોટી પ્રોપર્ટી તેમને મળશે.

ગોદરેજની સ્થાપના 1897માં અર્દેશિર ગોદરેજ અને તેમના ભાઇ પિરોજશાએ તાળાના બિઝનેસથી કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: