fbpx

બીઇંગ એક્સપોર્ટરની રાષ્ટ્રીય સ્તરની મિટિંગ સુરતમાં મળી

Spread the love

ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવા સાથે જ તેમને એક્સપોર્ટના વ્યાપારમાં પ્રગતિ માટે કાર્ય કરતી સંસ્થા બીઇંગ એક્સપોર્ટર દ્વારા 30મી એપ્રિલના રોજ સુરતમાં રાષ્ટ્રીય સ્તરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગ સાહસિકોને એક જ દિવસમાં એક્સપોર્ટના ઓર્ડર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, તે શીખવવામાં આવ્યું હતું.

DPS સ્કૂલ પાસે આવેલ અગ્ર એક્સોટિકા ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના વિવિધ ભાગોમાંથી 130થી વધુ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રુપ ડીસ્ક્શન, પેનલ ડીસ્ક્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં માધ્યમથી ટેકનોલોજીની મદદ સાથે આજે વિવિધ દેશોના બાયર્સ સુધી કેવી રીતે પહોંચી શકાય. અને એક જ દિવસમાં ઓર્ડર કેવી રીતે મેળવી શકાય. એની સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ એવા કેસ સ્ટડી પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઉદ્યોગ સાહસિકોએ એક જ દિવસમાં બે અને ચાર જેટલા ઓર્ડર પણ મેળવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો સાથે જ ઉધોગપતિઓ, વકીલો, સીએ વગેરે એક્સપોર્ટ કરવાના હેતુ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એક્સપોર્ટના ઓર્ડર તેમજ એક્સપોર્ટ સંબંધિત વિવિધ ઉપયોગી મુદ્દાઓને ખૂબ જ સારી રીતે કવર કરવામાં આવ્યા હતા, જેની કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે સરાહના કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: