fbpx

મુંબઈ ઈન્ડિયન્સ હજુ પણ પ્લેઓફ રમી શકે છે, RCBની આશા અકબંધ, જાણો સંપૂર્ણ સમીકરણ

Spread the love

IPL 2024માં પ્લેઓફમાં પહોંચવા માટે બરાબરની સ્પર્ધા જામી છે, રાજસ્થાન રોયલ્સ 8 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. તે પછી કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે.

IPL 2024ની 50 મેચો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કઈ ટીમ પ્લેઓફ રમશે તે નિશ્ચિત નથી. પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલા રાજસ્થાન રોયલ્સ (16) વિશે અત્યારે આવી ગેરંટી આપી શકાય નહીં. બીજી તરફ, પોઈન્ટ ટેબલમાં નવમા અને 10મા ક્રમે રહેલી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. માત્ર 14 પોઈન્ટ જ નહીં પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.

IPL પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ હાલમાં 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે પછી કોલકાતા નાઈટ રાઈડર્સ, લખનઉ સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ 12-12 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના 10-10 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના 8-8 પોઇન્ટ છે. આ તમામ ટીમ પછી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો છે, જેમના 6-6 પોઈન્ટ છે.

હવે ટુર્નામેન્ટમાં 20 લીગ મેચો બાકી છે. જો રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તેમની તમામ મેચ જીતી જાય છે, તો બંને 20 કે તેથી વધુ પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં પ્રવેશ કરી લેશે. આ પછી, જો લખનઉ અને હૈદરાબાદની ટીમો તેમની તમામ મેચ હારી જાય છે (જેમાં બંને સાથે રમી રહ્યા છે તે સિવાય), તો લખનઉ અથવા હૈદરાબાદના 14 પોઈન્ટ્સ થઇ જશે, જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાં ટકી રહેશે.

જો આ બધું થાય અને લખનઉ સુપરજાયન્ટ્સ અથવા સનરાઈઝર્સ હૈદરાબાદ બંનેમાંથી કોઈ એકના 14 પોઈન્ટ હોય તો મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રસ્તો ખુલી પણ શકે છે. પરંતુ આ માટે મુંબઈ ઈન્ડિયન્સ અને RCBએ પોતાની તમામ મેચ જીતવી પડશે. જો આ ટીમો તેમની તમામ મેચ જીતી જાય તો તેમના 14 પોઈન્ટ થઈ જશે.

જો મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી જાય તો પણ તેની ટોપ-4માં રહેવાની શક્યતાઓ જળવાઈ રહેશે. પરંતુ આ માટે ઉપરોક્ત તમામ સમાન સમીકરણો લાગુ હોવા જોઈએ. જો આમ થશે તો મુંબઈ ઈન્ડિયન્સ સહિત 7 ટીમોના સમાન 12 પોઈન્ટ હશે અને સારી રન રેટ ધરાવતી ટીમ પ્લેઓફમાં જશે. RCB માટે પણ આ જ સમીકરણ છે.

error: Content is protected !!
%d bloggers like this: